ધારાસભ્ય અને સાંસદના વરદહસ્તે મોડાસાર–કવાંટ રોડનું ખાતમુહૂર્ત

ધારાસભ્ય શ્રી જયંતીભાઈ રાઠવા તથા સાંસદ શ્રી જશુભાઈ રાઠવાના વરદ હસ્તે થઇ ખાતમુહૂર્ત છોટાઉદેપુર જિલ્લામાં મોડાસાર થી કવાંટ રોડ અને વન કુટિરથી ચાલામલી માર્ગના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત ભવ્ય રીતે યોજાયું હતું. કુલ અંદાજિત 54 કિમી લાંબા આ માર્ગ માટે 116 કરોડનો ખર્ચ નિર્ધારિત કરવામાં આવ્યો છે. માર્ગને 7 મીટરથી 10 મીટર પહોળો બનાવવાની યોજના છે.વરસાદના કારણે માર્ગમાં ભારે ખાડા પડી જતા સ્થાનિક લોકોએ લાંબા સમયથી રજૂઆતો કરી હતી. રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળતા આજે આ બંને માર્ગોના વિકાસનો પ્રારંભ ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા અને સાંસદ જશુભાઈ રાઠવાના વરદ હસ્તે કરવામાં આવ્યો.આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભાના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, 138 જેતપુર–પાવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયંતીભાઈ રાઠવા, છોટાઉદેપુરની પૂર્વ સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ઉમેશભાઈ રાઠવા, પૂર્વ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા, સંગઠન મહામંત્રી શ્રી ગોવિંદભાઈ રાઠવા, 138 વિધાનસભાના તમામ જિલ્લા પંચાયત સભ્યો, માર્ગ–મકાન વિભાગના અધિકારીઓ, તાલુકા પંચાયતના સભ્યો, વિસ્તારના સરપંચશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટર તોસીફ ખત્રી






