DEDIAPADA
ખેલ મહાકુંભ 2025: નર્મદા જિલ્લા કક્ષાની શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટમાં શિવમ ડેડીયાપાડા ‘બી’ ટીમનો વિજેતા.

ખેલ મહાકુંભ 2025: નર્મદા જિલ્લા કક્ષાની શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટમાં શિવમ ડેડીયાપાડા ‘બી’ ટીમનો વિજેતા.
વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : દેડિયાપાડા
નર્મદા જિલ્લામાં યોજાયેલી ખેલ મહાકુંભ 2025 ની શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આ ટુર્નામેન્ટમાં ડેડીયાપાડા, રાજપીપળા, મંડાળા, બારખાડી અને તરોપા સહિતની અનેક ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
ફાઈનલ મુકાબલો શિવમ ડેડીયાપાડા ‘એ’ અને શિવમ ડેડીયાપાડા ‘બી’ ટીમો વચ્ચે રમાયો હતો. કૅપ્ટન દિવ્યેશ વસાવાની આગેવાની હેઠળની શિવમ ‘બી’ ટીમે ઉત્તમ રમતો પ્રદર્શન કરી પ્રતિસ્પર્ધી ટીમને માત આપીને ભવ્ય વિજય હાંસલ કર્યો હતો.
ટીમના તમામ ખેલાડીઓના ખેલભાવના, શિસ્ત અને કૌશલ્યને સૌએ પ્રશંસા કરી હતી.
વિજેતા શિવમ ડેડીયાપાડા ‘બી’ ટીમને આયોજકો અને ખેલપ્રેમીઓ તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા.




