હાલોલ MG મોટર્સ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના નિપજ્યા મોત,પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૨.૧૧.૨૦૨૫
હાલોલ ઔધોગિક વિસ્તાર માં એમ.જી.મોટર્સ કંપની પાસે મેન હાઇવે રોડ પર અશોક લેલન્ડ ટ્રકના ચાલકે પોતાનું વાહન ગફલત ભર્યું હંકારી બાઈક ને અડફેટે માં લેતા બાઈક પર સવાર ત્રણ પૈકી બે નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે અન્ય એક નું વડોદરા એસએસજી ખાતે મોત નીપજ્યું હતું બનાવ સંદર્ભે પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માત નો ગુનો નોંધી તપાસ હાથધરી છે.મળતી માહિતી મુજબ નગીનભાઈ નેવસીંગભાઇ રાઠવા ઉ.વ.૨૮ રહે ટોટો કંપની પાસે હાલોલ, રાહુલસીંગ શિવપ્રસાદ સીંગ ઉ. વ. ૨૫ રહે ચૌરીપુર નૌગોરી ખાલ પ્રતાપગઢ ઉત્તર પ્રદેશ તેમજ વિજયભાઈ હસમુખભાઈ ભોઈ ઉ.વ.૩૬ રહે મામલતદાર કચેરી પાસે, સાવલી જી વડોદરા ના ઓ વડોદરા તરફ થી ગોધરા તરફ બાઈક પર ત્રણ સવારી જતા હતા દરમ્યાન એમ.જી.મોટર્સ પાસે મેન હાઇવે પર કટ પાસે અશોક લેલેન્ડ ટ્રકના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલત ભરું હંકારી સાઈડ લાઈટ બતાવ્યા વગર કટ પાસે ટન મારી દેતા નગીનભાઈ રાઠવાની બાઈક ને અડફેટે માં લેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માત ના પગલે બાઈક પર સવાર ત્રણેવ ને ગંભીર ઈજાઓ થઇ હતી.જેમાં નગીનભાઈ રાઠવા અને રાહુલસીંગ નુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.જ્યારે વિજયભાઈ ભોઈ ને ગંભીર ઈંજાઓ હોવાને કારણે 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રાથમિક સારવાર હાલોલની રેફરલ ની હોસ્પિટલ ખાતે આપી વધુ સારવાર અર્થે વડોદરા ની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ ફરજ પર ના ડોક્ટરે વિજયભાઈ ને મૂર્ત જાહેર કર્યો બનાવની જાણ હાલોલ પોલીસ ને થતા ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘટના ને પગલે ઘટના સ્થળે થયેલ ટ્રાફિક ને દૂર કરી પ્રાથમિક તપાસ બાદ ટ્રકના ચાલક સામે અક્સ્માત નો ગુનો નોંધી મૂર્તકોનુ હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરાવી તેમના પરિવારને સોંપ્યો હતો જોકે ટ્રક ચાલક અક્સ્માત સર્જી ભાગી છૂટ્યો હતો પોલીસે ટ્રક ના રજિસ્ટ્રેશન ના આધારે તેઓની તપાસ હાથ ધરી છે.







