દિયોદર લક્ષ્મીપુરા વિસ્તારમાં જોગણી માતાજીની ભવ્ય રમેલ યોજાઈ

દિયોદર લક્ષ્મીપુરા વિસ્તારમાં જોગણી માતાજીની ભવ્ય રમેલ યોજાઈ
પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ
ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર કલાકારો ઉપસ્થિત રહ્યા
દિયોદર ખાતે આવેલ લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા અરવિંદ ભુવાજી ના ઘરે બિરાજમાન શ્રી જોગણી માતાજી મંદિર ખાતે શુક્રવાર ની રાત્રે ભવ્ય માતાજીની રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમ દિયોદરના નામી અનામી સંગીત કલાકારો, નીતિન બારોટ. મમતા સોની. નિતીન કોલવડા. અમરત મોજરુ. વિક્રમ જાલોઢા. આનંદ ગણેશપુરા,ભુવાઓ , તેમજ ભાવિ ભક્તોની હાજરીમાં જોગણી માતાજી ની આરતી કરી ભવ્ય રમેલ ની શરૂઆત કરાઈ હતી જેમાં વિવિધ ભુવાજીઓએ આશિર્વચન આપ્યા હતા જેમાં આ રમેલ માં ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર નીતિન બારોટ . મમતા સોની. એ પણ હાજરી આપી હતી જેમાં રમેલમાં ઉપસ્થિત રહેલા. આજુ બાજુ વિસ્તાર માંથી મોટી સંખ્યામાં ભક્તો તેમજ ગામ લોકો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા અને આશિર્વચન આપ્યા હતા..





