ઓગડ તાલુકાના તાણામા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમા ચોથા દિવસે શ્રીરામ-શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો..
ઓગડ તાલુકાના તાણા ગામની પાવન ધરામાં શ્રી શિશુ મંદિરની સામે મેદાનમાં પરમ પૂજ્ય શાસ્ત્રીજી ભરતભાઈ રાજગોર સાંતલપુર હાલ અમેરિકાના મુખે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ

ઓગડ તાલુકાના તાણામા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમા ચોથા દિવસે શ્રીરામ-શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો..
ઓગડ તાલુકાના તાણા ગામની પાવન ધરામાં શ્રી શિશુ મંદિરની સામે મેદાનમાં પરમ પૂજ્ય શાસ્ત્રીજી ભરતભાઈ રાજગોર સાંતલપુર હાલ અમેરિકાના મુખે પાદરડી ગામની પાવન ધરા પર સંતશ્રી સદારામ બાપા ગૌ-શાળામા બિરાજમાન શ્રી રાધે-કૃષ્ણ ભગવાન ના મંદિરના લાભાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કરતકવદ-૧૪ ને બુધવાર તા.૧૯/૧૧/૨૦૨૫ થી વિશાળ સંખ્યામાં શ્રોતાજનો કથા શ્રવણ સાથેસાથે ઉત્સવો પણ મનાઈ રહ્યા છે ત્યારે કથાના આજે ચોથા દિવસે શનિવારના રોજ થરા સ્ટેટમાજી રાજવી એવમ નગર પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,શ્રી બહુચર માતાજીના સેવક અનિલભાઈ સોની,કોર્પોરેટર વિક્રમસિંહ વાઘેલા,શ્રી રાધેશ્યામ મહિલા મંડળ થરાના પ્રમુખ ગીદાવરીબેન ત્રિવેદી,થરા શહેર ભાજપ પૂર્વપ્રમુખ કનુભાઈ ઠક્કર,મનુભાઈ એ.પ્રજાપતિ કોન્ટ્રાકટર ની ઉપસ્થિતિમા શ્રીરામ તથા શ્રી કૃષ્ણજન્મોત્સવ ખુબ ધામ ધૂમ પૂર્વક રીતે ઉજવાયો હતો.શ્રીરામ -ધ્યાના ઠક્કર,ભરત-કાવેરી જોષી, લક્ષ્મણ-રિદ્ધિ ઠક્કર, શત્રુઘ્ન- વૈદેહી ઠક્કર,તથા શ્રી કૃષ્ણ-દિવ્ય વિષ્ણુભાઈ જોષી શિરવાડા, વાસુદેવ-હિતેશ રૂપરામભાઈ જોષી શિરવાડાવાળાએ આબેહૂબ વસ્ત્રો સાથે આકર્ષણ જમાવ્યું હતું.સભામંડપ શ્રીરામ તથા શ્રીકૃષ્ણ જન્મોત્સવમાજાણે રસ તરબોળ થઈ ગયેલ. પધારનાર દરેક દાતાઓ, મહેમાનો અને પત્રકારોનું શાસ્ત્રી ભરતભાઈ ના હસ્તે ખેસ દ્વારા સન્માન કર્યું હતું.શ્રી રાધેશ્યામ મહિલા મંડળ થરા પ્રમુખ ગોદાવરીબેન ત્રિવેદી,સવીબેન મોચી,બબીબેન જોષી,ગીતાબેન પ્રજાપતિએ શાસ્ત્રી તથા નિરંજનભાઈ ઠક્કરને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. સ્વ.મુક્તાબેન ચરતલાલ ઠક્કર પરિવાર અવિરત સેવાની સુવાસ ફેલાવી રહેલ છે.કાર્યક્રમનું સફળ સંચાલન નિરંજનભાઈ ઠકકરે આભારવિધિ હર્ષદભાઈ ઠક્કરે કરી હતી.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99785 21530







