GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ભક્તિનગર સર્કલ સુધી વિરપર સુધી ટ્રાફિકજામ

MORBI:મોરબીના ભક્તિનગર સર્કલ સુધી વિરપર સુધી ટ્રાફિકજામ
મોરબીમાં ટ્રાફિકજામ સમસ્યા બહુ જૂની છે આમ તો મોરબીવાસીઓ ટ્રાફિક જામની સમસ્યાથી ટેવાઈ ગયા છે છતાં ક્યારેક એટલો બધો જામ લાગી જતો હોય છે કે ટેવાઈ ગયેલા મોરબીવાસીઓ પણ રોષે ભરાઈ જતા હોય છે આજે આવા જ દ્રશ્યો ભક્તિનગર સર્કલ વિરપર સુધી જોવા મળ્યા હતા
મોરબીના ભક્તિનગર સર્કલથી વિરપર સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો રોડ પર વાહનોની કીલોમીટર લાંબી કતારો લાગી ગઈ હતી એક કલાક કરતા વધુ સમય સુધી વાહનચાલકો ફસાયા હતા તો ટ્રાફિક પોલીસની હાજરી જ નથી હોતી તેવો રોષ વાહનચાલકોએ ઠાલવ્યો હતો શનાળા ચોકડી, ભક્તિનગર સર્કલ શહેરના મુખ્ય ટ્રાફિક પોઈન્ટ હોવા છતાં પોલીસ કેમ જોવા મળતા નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે અને ટ્રાફિક પોલીસની કામગીરી સામે લોકોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો









