
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ : શણગાલ વિસ્તારમાં એક વેપારી યુરિયા ખાતર 445 રૂપિયે વહેંચી રહ્યો છે, યુરિયા સાથે અન્ય ખાતર લેવા મજબુર ખેડૂતો..!!!
શિયાળા ની ઋતુમાં હાલ ઘઉંની સીઝન ચાલી રહી છે પિયતનો સમય ચાલી રહ્યો છે.ખેડૂતો મહા મહેનત થી ખેતરમાં પોતાનો પાક ઉગાડતા હોય છે પાકની માવજત માટે અને ઉત્પાદન માટે ખાતરની તાતી જરૂરિયાત ઊભી થાય છે અને હાલ યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂત વલખાં મારી રહ્યાં છે.
છેલ્લા કેટલાય વિસ્તારમાં ખાસ કરીને અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં 15 દિવસથી દિન પ્રતિદિન યુરિયા ખાતર મેળવવા ખેડૂતો લાઇનો માં જોવા મળી રહ્યા છે ઠંડીના સમયે વહેલી સવારથી જ લાઈનો લાગેલી જોવા મળે છે હવે ખેડૂત યુરિયા ખાતર મેળવવા વલખાં મારી રહ્યો છે અને ઊંચા ભાવે પણ યુરિયા ખાતર મેળવવા મજબુર બન્યો છે.
મેઘરજ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારના એક ખેડૂતે પોતાની આપવીતી જણાવતા જણાવ્યું હતું કે શણગાલ ખાતે એક વેપારી ના ગોડાઉન માં યુરિયા ખાતર તો છે પરંતુ ઊંચા ભાવે પણ ખાતર ખરીદવું પડે છે જેમા એક યુરિયાની બેગ સાથે અન્ય ખાતર લેવા માટે પણ મજબુર કરે છે અને એક બેગ 445 રૂપિયાના ભાવે વેપારીઓ લેવા મજબુર કરે છે અને અમારી પણ મજબૂરી છે કે ખાતર ન મળતા છેવટે ઊંચા ભાવે પણ યુરિયા ખાતર ખરીદવા મજબુર બનવું પડે છે જે વ્યથા ખેડૂતે જણાવી હતી પરંતુ સરકાર ના નિયમ મુજબ યુરિયા ખાતર સાથે અન્ય ખાતર લેવું તેવો કોઈજ નિયમ નથી છતાં વેપારીઓ ખેડૂતોને અન્ય ખાતર લેવા મજબુર કરે છે. હાલ યુરિયા ખાતર ખેડૂત મહા મુશ્કેલી થી મેળવી રહ્યો છે તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. જે વેપારીઓ ઊંચા ભાવે ખાતર વહેંચી રહ્યા છે તેવા ખેડૂતો સામે ખેતીવાડી વિભાગ પગલા લે તેવી માંગ સેવાઈ રહી છે બીજી તરફ તંત્ર દાવા કરે છે કે ખાતરની અછત નથી તો ખેડૂતો કેમ લૂંટાઈ રહ્યા છે…? ગોડાઉનમાં ખાતર છે પરંતુ ખેડૂતો ને મળતું નથી તેનું કારણ શું..? જેવા અનેક સવાલો ઊભા થયા છે




