
વાત્સલ્યમ સમાચાર
વાંસદા ડાંગ
ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક પૂજા યાદવનાઓએ ડાંગ જિલ્લાનાં પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલ ગુમ/અપહરણ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા માટે “ઓપરેશન મિલાપ ” શરૂ કરેલ છે.અને વર્ષોથી ગુમ થયેલ લોકોને શોધી કાઢી તેમના પરીવાર સાથે મેળવવા માટેની ખાસ ઝુંબેશ શરૂ કરેલ છે.જે અંતર્ગત જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ તથા નાયબ પોલીસ અધિક્ષકોમાં જે.એચ.સરવૈયા તથા જનેશ્વર નલવૈયાનાં માર્ગદર્શન હેઠળ વઘઇ પોલીસ મથકનાં પી.આઈ. વી.કે.ગઢવીની ટીમને વધુ એક સફળતા મળી છે.વઘઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા અઢી વર્ષથી ગુમ થનાર રશીલાબેન વા/ઓફ નિલેશભાઈ બોરસા ઉ.વ.32 રહે.કોસમાળ તા.વઘઇ જેઓ માહે-06/2023થી ગુમ થયેલ હતા.જેની શોધખોળ માટે વઘઇ પોલીસ મથકનાં પી.આઈ.વી.કે.ગઢવી સહીત પોલીસની ટીમ દ્વારા ટેક્નિકલ સોર્સ તથા હ્યુમન સોર્સની મદદ લીધી હતી.અને સદર ગુમ થનાર મહિલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોવાની હકીકત મળી હતી.આ ગુમ થનાર બહેનને વઘઇ પોલીસની ટીમે દેવભૂમિ દ્વારકાથી શોધી કાઢી તેનો સંપર્ક અને યોગ્ય કાઉન્સિલીંગ કરી વઘઇ પોલીસ સ્ટેશન ખાતે બોલાવી હતી.અહી ગુમ થનાર બહેન રશીલાબેન વા/ઓફ નિલેશભાઈ બોરસા રહે.કોસમાળને પોલીસ દ્વારા પરિવાર સાથે પુન મિલાપ કરાવતા પરિવાર દ્વારા વઘઇ પોલીસની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો..





