થરાદમાં રાષ્ટ્રવિરોધી ગુનાના આરોપીઓ માટેનું ડ્રાઇવ 30 વર્ષના ડેટાના આધારે ડોઝીયર તૈયાર કરાયું

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ વાવ થરાદ
તાજેતરમાં દેશ અને રાજ્યમાં બનેલી આતંકી ઘટનાઓ તથા રાજ્ય ATS દ્વારા આતંકી મોડ્યુલનો પર્દાફાશ થયા બાદ રાજ્યના નાગરિકોની સુરક્ષા વધુ સુદ્રઢ બનાવવા માટે એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા થરાદ પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રવિરોધી ગુનાઓમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછ અને ડેટાબેઝ અપડેટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ ડ્રાઇવમાં ગેરકાયદેસર હથિયારોની તસ્કરી, નાર્કોટિક્સની હેરાફેરી, વિસ્ફોટકોના ગુનાઓ તેમજ ટાડા (TADA), મકોકા (MCOCA) અને પોટા (POTA) જેવા કાયદા હેઠળ સંડોવાયેલા આરોપીઓને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા. થરાદ પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા ૩૦ વર્ષના ગુનાઓના ડેટાના આધારે આવા આરોપીઓના ડોઝિયર (Dossier) તૈયાર કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આરોપીઓની નવીનતમ વિગતો જેવી કે પ્રોફાઈલ, ફિંગરપ્રિન્ટ, ફોટા અને મોબાઈલ નંબર સહિતની માહિતી એકત્રિત કરીને પોલીસ પાસે ડિજિટાઈઝ્ડ રેકોર્ડ ઉપલબ્ધ કરાવવાનો છે. વાવ-થરાદ એક નવો જિલ્લો હોવાથી, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ગુનેગારોને ચહેરાથી ઓળખી શકે અને તેમની ગતિવિધિઓ પર નજર રાખી શકે તે પણ એક મહત્વનો ઉદ્દેશ્ય છે .ભવિષ્યમાં વિસ્તારની સુરક્ષા રાષ્ટ્રવિરોધી તત્વોથી કેવી રીતે કરી શકાય તે સુદ્રઢ કરવા માટે પણ આ આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ આરોપીઓ સાથે સંપર્કમાં રહીને માહિતી નેટવર્કનો ઉપયોગ કરી શકે અને આવા લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવામાં મદદ કરી શકે તે પણ આ ડ્રાઇવનો એક હેતુ




