BANASKANTHADEODAR

દિયોદર સવા બે કરોડના ખર્ચે તૈયાર ઠાકોર સમાજ કન્યા શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કરાયું 

દિયોદર સવા બે કરોડના ખર્ચે તૈયાર ઠાકોર સમાજ કન્યા શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કરાયું

 

દિયોદર સમાજ અને અન્ય સમાજના સાથ સહકાર થી ઠાકોર સમાજમાં શિક્ષણનો પાયો શક્તિ શાળી બનશે : કેશાજી ચૌહાણ

 

પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ

 

કોઈ પણ સમાજની પ્રગતિ કરવી હોય તો પહેલું પગથિયું શિક્ષણ છે:માવજીભાઈ દેસાઈ

 

દિયોદર ઠાકોર સમાજની દીકરીઓ માટે સંતશ્રી સદારામ કેળવણી ટ્રસ્ટ દ્વારા સંચાલિત સવા બે કરોડ ના ખર્ચે તૈયાર થયેલ ઠાકોર સમાજ કન્યા છાત્રાલય નું રવિવાર ના રોજ ઓગડ થળીના મહંત શ્રી બળદેવનાથ બાપુ અને સંતશ્રી સદારામ બાપુના ગાદીપતિ શ્રી દાસબાપુ ના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવ નિર્માણ કન્યા છાત્રાલય ખાતે હવન તેમજ ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ ની શરૂઆત મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી જેમાં છાત્રાલય ની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનો નું સ્વાગત કર્યું હતું જેમાં ઠાકોર સમાજ માંથી મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા કાર્યક્રમ ને સંબોધન કરતા દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે ઠાકોર સમાજ અને અન્ય સમાજનો આભાર વ્યક્ત કરતા જણાવેલ કે સદારામ બાપુના મંદિર ની વર્ષ ગાંઠ ના દિવસે આ ભવ્ય કન્યા છાત્રાલય ની શરૂઆત થઇ છે સદારામ બાપુ ની જે ભાવના હતી કે સમાજ શિક્ષિત બને સંગઠન બને કુરરિવાજો અને વ્યશન માંથી મુક્ત બને અન્ય સમાજ ની સાથે ભાઈ ચારા થી રહે તે ભાવના ને આજે સાકર કરી છે શિક્ષણ થકી ઠાકોર સમાજ શક્તિ શાળી બનશે તો બીજી તરફ ધાનેરા ના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પણ આ લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ને સંબોધન કરતા ઠાકોર સમાજ કન્યા છાત્રાલય માં 5 લાખ નું દાન આપવાની જાહેરાત કરી હતી જેમાં સંબોધન કરતા જણાવેલ કે કોઈ પણ સમાજ ની પ્રગતિ કરવી હોય તો પહેલું પગથિયું શિક્ષણ છે સમાજમાં શિક્ષણ હશે તો દરેક સમાજની પ્રગતિ થશે સમાજને શિક્ષણ ની જરૂર હોય ને સમાજની દીકરીઓ માટે સંકુલ ઊભું કર્યું તેમને અભિનંદન આપું છું આ સમાજ માટે આટલું ઉભુ કર્યું એ તમારું ભાગ્ય છે આ પ્રસંગે સમગ્ર દિયોદર તાલુકા માંથી મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

Back to top button
error: Content is protected !!