જેતપુરપાવી તાલુકામાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ SIR અંતર્ગત ૪૭,૦૮૪ મતદારોના ફોર્મ પૂર્ણ

મતદારોને બીએલઓ પાસે જઈ ફોર્મ ભરાવવાની અપીલ મામલતદાર સોનાલી ઓઝા ખાસ સઘન મતદારયાદી સુધારણા કાર્યક્રમ-2025 અંતર્ગત રાજ્યભરમાં ચાલી રહેલા SIR અભિયાનમાં જેતપુરપાવી તાલુકામાં કાર્ય પૂરજોશમાં આગળ વધી રહ્યું છે.૧૩૭–છોટાઉદેપુર અને ૧૩૮–જેતપુર પાવી વિધાનસભા મતવિભાગને આવરી લેતા તાલુકામાં કુલ ૧,૪૩,૭૫૨ મતદારોમાંથી ૪૭,૦૮૪ મતદારોના ફોર્મ ભરાઈ ઓનલાઈન દાખલ કરવામાં આવ્યા છે.જેતપુરપાવી મામલતદારશ્રી સોનાલી વી. ઓઝાએ જણાવ્યું કે જેમના ફોર્મ ભરવાના બાકી છે તે તમામ મતદારોને વિનંતી છે કે તેઓ તેમના વિસ્તારના બીએલઓનો સંપર્ક કરી જરૂરી ફોર્મ સમયસર ભરાવી જમા કરે, જેથી આવનારી સુધારેલી મતદારયાદીમાં તેમનું નામ સુનિશ્ચિત રહે.SIRની પ્રગતિની સમીક્ષા કરવા મામલતદારશ્રી સોનાલી ઓઝા અને તાલુકા વિકાસ અધિકારી તેજસ પટેલે મતદાન મથકોની મુલાકાત લીધી હતી. તેમણે બીએલઓને નક્કી કરેલી સમયમર્યાદા અંદર કાર્ય પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.તે ઉપરાંત, સમગ્ર તાલુકાનો વહીવટી તંત્ર પણ આ અભિયાનને સફળ બનાવવા જોરશોરથી કામગીરીમાં જોડાયું છે. હવે SIRની કામગીરી પૂર્ણ થવા થોડા જ દિવસો બાકી છે, તેથી તાલુકાની જનતાને ફોર્મ ભરવામાં વિલંબ ન કરવાની અપીલ કરવામાં આવી છે.
રીપોર્ટર: તોસીફ ખત્રી





