GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

આદિવાસી સમાજનું ગૌરવ: વાંસદાની દીકરી પ્રાચી પટેલ કેન્સરના ઝડપી નિદાન અંગેના સંશોધનની રાષ્ટ્રીય સ્તર સરાહના….

વાત્સલ્યમ સમાચાર

વાંસદા ડાંગ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ રાણીફળીયા ગામની દીકરી પ્રાચી પટેલ અને તેની ટીમ દ્વારા કેન્સરના ઝડપી નિદાન માટે રજૂ કારાયેલા સંશોધનની રાષ્ટ્રીય સ્તર પર સરાહના.

 

ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એલાઈડ એન્ડ હેલ્થકેર સાયન્સીસના મેડિકલ ઈમેજિંગ ટેક્નોલોજી વિભાગના વિદ્યાર્થીઓએ મેંગલોરમાં કસ્તુરબા મેડીકલ કોલેજના ડીપાર્ટમેન્ટ ઓફ રેડિયોડાયાગ્નોસીસ એન્ડ ઈમેજિંગ દ્વારા તારીખ ૩૧ ઓક્ટોબર થી ૨ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન યોજાયેલી ૨૩ મી નેશનલ કોન્ફરન્સ ઓફ સોસાયટી ઓફ ઇન્ડિયન રેડિયોગ્રાફર્સમાં પોસ્ટર પ્રેઝન્ટેશનમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ કોન્ફરન્સ એડવાન્સીંગ ફ્રોન્ટર્સ: ઉશરીંગ ઈન એ ન્યુ એરા ઓફ મેડિકલ ઈમેજીંગ- ઈમેજીંગ ૨૦૨૫ થીમ પર યોજાઈ હતી. જેમાં વિવિધ રાજયોના વિદ્યાર્થીઓ દ્વારા 100 જેટલા પોસ્ટર રજૂ કરવામાં આવ્યા હતા.

ઇન્સ્ટિટ્યૂટના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રીની શાહ અને અત્રી ઠાકરે તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ચારુસેટના વિદ્યાર્થીઓએ દ્વિતિય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જેમા વાંસદાની દીકરી પ્રાચી પટેલ અને તેના ગૃપ દ્વારા ” ધ રોલ ઓફ આર્ટિફિશિયલ ઈન્ટરલીન્જન્સ ઇન એંન્હાસીંગ મેમોગ્રાફિક ડાયેગ્નોસીસ ઓફ પ્રેગ્નન્સી અસોસીએટેડ બ્રેસ્ટ કેન્સર” વિષય પર પોસ્ટર રજૂ કરવામાં આવ્યુ હતું . ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીના શરીરમાં થતા ઘણા ફેરફારોને કારણે મોટાપાયે આ કેન્સરનું નિદાન લેટર સ્ટેજમાં થાય છે જે સારવાર માટે એક મોટો પડકાર છે; તેના ઝડપી નિદાનમા અદ્યતન ટેકનોલોજી શી ભૂમિકા ભજવી શકે એ વિશે પોસ્ટરમાં વિસ્તારમાં જણાવાયું હતું. વાંસદાના રાણીફળીયા ગામ જેવા અંતરિયાળ વિસ્તારની દીકરીએ રાષ્ટ્રીય કક્ષાની કોંફરન્સમાં ભાગ લઈ ગામનું અને સમાજનું ગૌરવ વધાર્યું હતું.

ફેકલ્ટી ઓફ મેડીકલ સાયન્સીસના ડીન અને ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સીપાલ ડો. ધારા પટેલે વિદ્યાર્થીઓની સિદ્ધિ બિરદાવી હતી. કોન્ફરન્સમાં ભારતના વિવિધ રાજ્યોના રેડિયોગ્રાફર્સ, રેડિયોલોજિસ્ટ, હેલ્થકેર પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું જ્યાં તેમના સંશોધનને રજૂ કરવા, નિષ્ણાતો પાસેથી પ્રતિસાદ મેળવવા અને વૈજ્ઞાનિક સમુદાયમાં યોગદાન આપવાની મંજૂરી આપવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં ભારતના વિવિધ રાજ્યોના રેડિયોગ્રાફર્સ, રેડિયોલોજિસ્ટ, હેલ્થકેર પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યાં તેમના સંશોધનને રજૂ કરવા, નિષ્ણાતો પાસેથી પ્રતિસાદ મેળવવા અને વૈજ્ઞાનિક સમુદાયમાં યોગદાન આપવાની મંજૂરી આપવામાં આવી હતી. આ કોન્ફરન્સે શૈક્ષણિક વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓને મેડિકલ ઈમેજિંગ ટેક્નોલોજીના ક્ષેત્રમાં નવી ટેકનિકોનું સંશોધન કરવામાં, અદ્યતન ટેકનોલોજી સાથે રેડિયોલોજીમાં તેમનું નોલેજ વધારવામાં મદદ કરી, જે મેડિકલ ઈમેજિંગ પ્રોફેશનલ્સના વૈશ્વિક સમુદાય સાથે જોડાયેલા રહેવાની ભાવનાને પ્રોત્સાહન આપે છે.

Back to top button
error: Content is protected !!