GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ઉમિયા માનવ મંદિરના વડીલોએ કલબ-36 ના સૌજન્યથી “લાલો” ચલચિત્ર નિહાળ્યું

 

MORBI:મોરબીના ઉમિયા માનવ મંદિરના વડીલોએ કલબ-36 ના સૌજન્યથી “લાલો” ચલચિત્ર નિહાળ્યું

 

 

ટંકારા તાલુકાના, લજાઇ ગામે આવેલ યોગ આશ્રમ પાછળ, “કલબ- 36” ના સૌજન્યથી, તેમના જ “CINE -36″ થિયેટરમાં લગાવેલ, ગુજરાતમાં ધૂમ મચાવનાર” લાલો “મુવી (પિક્ચર) જોવા માટે, આજ રોજ માનવ મંદિરના રહેવાસી તમામ વડીલોને, બસ મારફત સવારના શોમાં લઈ જવામાં આવેલ, તેમની સાથે માનવ મંદિરના પ્રમુખશ્રી પોપટભાઈ કગથરા, ઉપપ્રમુખશ્રી ગોપાલભાઈ ચારોલા, કેમ્પસ ડાયરેક્ટર શ્રી ઠાકરશીભાઈ કલોલા, એ સૌ દંપતી સાથે, વડીલોને સેવા અને સહયોગ આપવાના હેતુથી સામેલ થયેલ. આજના ઉપરોક્ત “શો”મા ટંકારા કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ અને તેમના આયોજકો પણ લાભ લેવા પધારેલ, “શો “માંથી છૂટીને, તે તમામનું માનવ મંદિર સંકુલની શુભેચ્છા મુલાકાતે આવવાનું આયોજન હતું. તેઓ પણ અમારી સાથે માનવ મંદિર પધાર્યા, તેમની સાથે લાવેલ ભોજન તેમજ સંસ્થાનો પ્રસાદ સૌએ સાથે મળી લીધો, તે સંસ્થાની દીકરીઓ સાથે સંસ્કાર અને શિક્ષણની વાતો કરવામાં આવી. દીકરીઓએ મોબાઈલ અને સ્ટીરિયાનો ઉપયોગ કરી રાસ ગરબાની રમઝટ બોલાવી, ખૂબ આનંદ કર્યો. આજના દિવસને સંભારણું બનાવી સૌ છૂટા પડ્યા,

Back to top button
error: Content is protected !!