MORBI:મોરબી જવાહર સોસાયટીમાં નજીવી બાબતે ચાર ઇસમોએ યુવાનને માર માર્યો

MORBI:મોરબી જવાહર સોસાયટીમાં નજીવી બાબતે ચાર ઇસમોએ યુવાનને માર માર્યો
મોરબી (2)જવાહર સોસાયટીમાં યુવાનના પગ પાસે કારની બ્રેક મારતા યુવાને આ બાબતે કહેતા ચાર ઇસમોએ યુવાનને લોખંડ પાઈપ અને ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબી ભડિયાદ કાંટા પાસે જવાહર સોસાયટીના રહેવાસી મહેશભાઈ દેવજીભાઈ વણોલ (ઉ.વ.૨૩) નામના યુવાને આરોપીઓ ધ્રુવ દામજીભાઈ મકવાણા, દામજીભાઈ, અજય, મહેશ રહે બધા ભડિયાદ મોરબી ૨ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ધ્રુવ સફેદ કલરની વરના કાર ચલાવી જવાહર સોસાયટી પાસે મહેશના પગ પાસે બ્રેક મારી હતી જેથી આ બાબતે આરોપી ધ્રુવને બોલતા ગાળો આપી તેના પિતા દામજીભાઈને બોલાવી તેમજ અન્ય આરોપીઓએ આવી લાકડા ધોકા અને લોખંડ પાઈપ વડે યુવાનને માર મારી તેમજ છરી વડે હાથમાં મારી ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે






