
ડેસર. પરમાર ચિરાગ
ડેસર તાલુકાના વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયતમા માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ lમાહિતીઓ માંગવામાં આવી હતી અને ત્યારબાદ તમામ કામોની તપાસ કરતા ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે જેમાં પીવાના પાણીના હે હેન્ડ પંપ દર્શાવવામાં આવ્યા છે પણ હેન્ડ પંપ સ્થળ પર જોવા નામળ્યા ના હતા અને બિલ ચૂકવાઇ ગયા છે આરસીસી રોડ અને અન્ય વિકાસના કામોમાં સ્થળ ચકાસણી કરતા કાગળ અને હકીકત વચ્ચે મોટો તફાવત દેખાયો હતો ગ્રામ પંચાયતના અનેક રેકોર્ડ ગાયબ છે એક જ સ્થળે એક જ વર્ષમાં બે વિકાસના કામો કરવામાં આવ્યા છે અનેક માહિતીઓ તાલુકા વિકાસ અધિકારી દ્વારા શુન્ય માહિતી દર્શાવીને ભ્રષ્ટાચાર છુપાવાનો પ્રયાસ કર્યો હતો ગ્રામસભાના હિસાબ પણ જાહેર કર્યા નથી કે આપતા નથી મનરેગા ના કામોના દાડિયાપત્રક પણ માહિતી અધિકાર અધિનિયમમાં આપ્યા નથી અને જણાવેલ છે કે પંચાયતમાં રેકોર્ડ ઉપલબ્ધ નથી ગામના નાગરિકોના જોબકાર્ડ હોવા છતાં બહારના વ્યક્તિઓના નામે કામો કરાવીને નાણાં ચૂક્યા છે જેટલા પણ વિકાસના કામો કર્યા છે તેના કોઈ ફોટોગ્રાફ્સ કે વિડીયો પંચાયતના રેકોર્ડમાં ઉપલબ્ધ નથી તેમ જણાવેલ છે ત્યારે આજે વાંકાનેડા ગામના જાગૃત નાગરિકો દ્વારા વડોદરા શહેરના જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને આ તમામ હકીકત ને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી




