GUJARATHALOLPANCHMAHAL

હાલોલ ગ્રામ્ય પોલીસે ઉજેતી ગામેથી વિદેશી દારૂના જથ્થા સહિત 6,80,500 નો મુદામાલ ઝડપી પાડ્યો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૪.૧૧.૨૦૨૫

હાલોલ ગ્રામ્ય પોલીસે હાલોલ તાલુકાના વાંસેતી ગામ ના સ્મશાન પાસેથી દારૂ કટિંગ સમયે રેડ કરતા ભારતીય બનાવટ નો રૂપિયા 1.30 લાખનો દારૂ નો જથ્થો મળી આવતા પોલીસે 5 લાખ ની ગાડી 50 હજારનું સ્કૂટર મળી કુલ રૂપિયા 6,80,500/- મુદ્દામાલ કબ્જે લઇ દારૂનો વેપલો કરતા પિતા – પુત્ર અને કારના ચાલાક સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી તપાસ હાથધરી છે.જોકે દારૂ નો વેપલો કરતા પિતા – પુત્ર ભાગી છુટવામાં સફળ રહ્યા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ ગ્રામ્ય પોલીસ ને પાક્કી બાતમી મળી હતી કે વાંસેતી ગામે રહેતા ભુપતભાઇ ઉર્ફે મકુ જેસીંગભાઇ પરમાર તથા તેમનો પુત્ર હર્ષદ ભુપત પરમાર ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો મંગાવી વાંસેતી ગામ ના સ્મશાન પાસે દારૂ કટિંગ કરવાનો હોવાની બાતમી ના આધારે પોલીસે છાપો મારતા એક્સયુવી કાર અને બર્ગમેન સ્કૂટર પાસે ભુપત અને પુત્ર હર્ષદ અને એક અજાણ્યો ઈસમ ઉભા હતા તેઓએ દૂર થી પોલીસ ની ગાડી જોઈ ભાગી છૂટ્યા હતા. પોલીસે તપાસ કરતા બિયર ના ટીન અને દારૂની પેટીઓ મળી આવતા પોલીસે 1,30,500/- દારૂ નો જથ્થો પાંચ લાખ ની કાર પચાસ હજાર નું સ્કૂટર મળી કુલ રૂપિયા 6,80,500/- મુદ્દામાલ કબ્જે લઇ દારૂનો વેપલો કરતા પિતા – પુત્ર, એક અજાણ્યો ઈસમ કાર ચાલાક સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

Back to top button
error: Content is protected !!