AHAVADANG

એથર ઈન્ડસ્ટ્રીઝ સુરત દ્વારા ડાંગ જિલ્લાનાં ચિચીનાગાવઠા આશ્રમશાળાનાં નવી સ્કૂલનાં મકાનનું ઉદ્ઘાટન કરાયુ..

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સુરતનાં ઉધોગપતિ દાતા અશ્વિનભાઈ દેસાઈ અને દિપકભાઈ મહેતા દ્વારા દક્ષિણ ગુજરાતનાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે શરૂ કરાયેલ “એક પગલુ શિક્ષણ તરફ”નું સૂત્ર ખરા અર્થમાં ગરીબ બાળકો માટે સાર્થક થયુ..

દક્ષિણ ગુજરાતની એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સુરત દેશભરમાં આગવી ઓળખ ધરાવે છે.જેમાં એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીનાં માલિક અશ્વિનભાઈ દેસાઈનાં માર્ગદર્શન હેઠળ દિપકભાઈ મહેતાએ દક્ષિણ ગુજરાતનાં ગામડાઓમાં એક પગલુ શિક્ષણ તરફ ભરી માનવતાનાં મૂલ્યોનો સંદેશો આપ્યો છે. ડાંગ જિલ્લાનાં આદિવાસી બાળકોને પાયાની અધતન સગવડો મળી રહે તે માટે એથર ઇન્ડસ્ટ્રીઝ સુરત દ્વારા અનેક જગ્યાએ નવી શાળાઓ,છાત્રાલયો, કોલેજોનું નિર્માણ કરી સેવાનું ભગીરથ કાર્ય હાથ ધરાયુ છે.આજરોજ ડાંગ જિલ્લાનાં અંબિકા એજ્યુકેશન ટ્રસ્ટ દોડીપાડા સંચાલિત ચિચીનાગાવઠા આશ્રમશાળાનાં નવી સ્કૂલનાં મકાનનું ઉદ્ઘાટન ચિચીનાગાવઠા ગ્રામ પંચાયતનાં સરપંચ સંકેતભાઈ બંગાળ તથા એથર ગ્રુપનાં માલિક અશ્વિનભાઈ દેસાઈ અને પૂર્ણિમાબેન દેસાઈનાં હસ્તે રીબીન કાપી બાળકો માટે ખુલ્લું મુકાયુ હતુ.આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન અંબિકા એજ્યુકેશન ટ્રસ્ટ દોડીપાડાનાં મંત્રી જાનાભાઈ ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યુ હતુ.અહી કાર્યક્રમમાં ચિચીનાગાવઠા આશ્રમશાળાનાં વિદ્યાર્થીઓએ સ્ટેજ પર વિવિધ રંગારંગ કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા.કાર્યક્રમનાં અધ્યક્ષ અને ચિચીનાગાવઠા ગ્રામ પંચાયતનાં સરપંચ સંકેતભાઈ બંગાળે જણાવ્યું હતુ કે એથર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શિક્ષણ માટે શરૂ કરેલ સેવાકીય કાર્યો સરાહનીય છે.સાથે ચિચીનાગાવઠા ગામે નવી સ્કૂલ,કોલેજનું નિર્માણ અંગે ગામનાં પ્રથમ નાગરિક તરીકે ખુશી વ્યક્ત કરી દાતાઓનો ગ્રામજનોવતી આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે એથર ઇન્ડસ્ટ્રીઝનાં દીપકભાઈ મહેતાએ જણાવ્યું હતુ કે એથર ઇન્ડસ્ટ્રીઝનો મુખ્ય હેતુ આદિવાસી ગરીબ વિદ્યાર્થીઓમાં સાક્ષરતા વધારવાનો છે.આજે ધનાઢયનાં બાળકો સારી અધતન સ્કૂલોમાં ભણે છે.તો ગરીબોનાં બાળકો કેમ અધતન સુવિધાઓથી વંચિત રહે, દક્ષિણ ગુજરાતનાં ગરીબ બાળકોને પણ ધનાઢય બાળકો જેવી અધતન સુવિધાઓ સાથેનું શિક્ષણ મળે તે હેતુ એથર ઇન્ડસ્ટ્રીઝનો છે.અહી એથર ઇન્ડસ્ટ્રીઝનાં માલિક અશ્વિનભાઈ દેસાઈએ જણાવ્યું હતુ કે જંગલમાં આજે મંગલ છે.ફૂલોમાં સુગંધ છે.મનમાં નવી ઉંમગ છે,મારી એક જ ઈચ્છા છે.ડાંગ જિલ્લાનાં આદિવાસી બાળકો ભણીને આગળ વધે,ડાંગ જિલ્લામાં અધતન સ્કૂલ,કોલેજ અને છાત્રાલયો થકી આદિવાસી બાળકોનો શિક્ષણ ક્ષેત્રે સર્વાંગી વિકાસનો મારો હેતુ છે.આ બધુ કરવા માટે ઉપર વાળાએ અમોને નિમિત્ત બનાવ્યાં છે.તેઓએ ડાંગ જિલ્લાનાં આદિવાસી વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવી હતી.સાથે ડાંગના લોકોને પોતાના દીકરા દીકરીઓને ભણાવવાની હાંકલ કરી હતી.તેઓએ જણાવ્યુ હતુ કે ડાંગનાં દીકરા દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એથર ઇન્ડસ્ટ્રીઝ હંમેશા અડીખમ બનીને પડખે રહેશે.આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતનાં સરપંચ સંકેતભાઈ બંગાળ,માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીત, એથર ગ્રુપનાં માલિક અશ્વિનભાઈ દેસાઈ,પૂર્ણિમાબેન દેસાઈ,દીપકભાઈ મહેતા,એથર ગૃપના દાતાઓ,અંબિકા એજ્યુકેશન ટ્રસ્ટનાં પ્રમુખ શિવરામભાઈ ખૈરાડ,મંત્રી જાનાભાઈ ગાયકવાડ, એસ.એસ.માહલા કોલેજનાં ટ્રસ્ટી શ્યામભાઈ માહલા,વિવિધ શાળાનાં આચાર્યો,સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..

Back to top button
error: Content is protected !!