ARAVALLIGUJARATMODASA

શામળાજી હદવિસ્તાર સોનાસણ ગામે સ્મશાનની ખુલ્લી જગ્યાએ એલ.સી.બી ત્રાટકી ૨,૬૦,૬૧૦/ના વિદેશી દારૂ સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

શામળાજી હદવિસ્તાર સોનાસણ ગામે સ્મશાનની ખુલ્લી જગ્યાએ એલ.સી.બી ત્રાટકી ૨,૬૦,૬૧૦/ના વિદેશી દારૂ સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો

અરવલ્લી જિલ્લા એલ.સી.બી પી.આઇ એચ.પી ગરાસીયા ની આગેવાનીમાં એલ.સી.બી પી.એસ.આઇ સી.એમ રાઠોડ તેમજ ટીમના માણસો શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સોનાસણ ગામે સ્મશાન નજીક ખુલ્લી જગ્યામાં બાવળિયાની જાળીઓમાં બે ઇસમો પોતાની મોટરસાયકલ ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી તેનું કટીંગ કરી ગાડીમાં ભરાવે છે તેવી બાતમી હકીકત મળતા સદર જગ્યાએ એલ.સી.બી દ્વારા રેડ કરતા આરોપી નિલેશભાઈ ગણેશભાઈ નીનામા ઉંમર વર્ષ ૨૩ રહે.જાબ ચિતરીયા તા. શામળાજી જીલ્લો. અરવલ્લી મળી આવેલ તેમજ બીજા ઈસમ કાર્તિક સિંહ કિરણસિંહ પરમાર રહે. સોનાસણ તા. શામળાજી જીલ્લો અરવલ્લી જે આરોપી ભાગી જવામાં સફળ રહ્યો હતો વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની પેટી નંગ ૨૧ તથા છૂટી બોટલો મળી કુલ નંગ ૭૬૨ જેની કુલ કિંમત ૨.૬૦.૬૧૦ નો વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા ૨.૬૫.૬૧૦ નો મુદ્દામાલ ઝડપી પાડી વિદેશી દારૂનું કટીંગ કરી હેરાફેરી કરનાર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી તથા જિલ્લા એલ.સી.બી દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા હતા

Back to top button
error: Content is protected !!