BODELICHHOTA UDAIPUR
પાવીજેતપુર બેન્ક બહાર ભારે ભીડ ખેડૂતોને કલાકો સુધી કતારમાં ઊભા રહેવાની ફરજ

સવારથી જ સેંકડો લોકો લાંબી કતારમાં ઉભા રહે છે…
ખેતીનું કામ કરવું કે પશુઓને ચરાવવા જવું કે પછી બેંકની કતારમાં ઉભા રહેવુ તેવી મુશ્કેલી નો સામનો અરજદારો કરી રહ્યા છે…
રોઝકુવા, વાઘવા, મોટી બેજ, વાંકી સહિતના ગામોના દૂધ સપ્લાય કરતા અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ડિજિટલ ઇન્ડિયા ની વાત થતી હોય ત્યારે છોટાઉદેપુર જિલ્લા ના આદિવાસી વિસ્તારમાં બેન્ક એકાઉન્ટ ના ખાતામાં પૈસા પડવાથી મુશ્કેલી સામનો કરવાનો વારો આવ્યો છે અરજદારોની માંગ છે કે ગામડાઓના નજીકના વિસ્તારોમાં જ એટીએમ વધારવામાં આવે જેથી લોકોને દૂર દૂર બેન્ક જઇ લાઈનો માં લાગવુ ન પડે મંડળીઓ દ્વારા ડેરી પર જ ATM સુવિધા કે રોકડ રકમની વ્યવસ્થા કરવામાં આવે જેથી બેન્કના ચક્કર ન મારવા પડે.
દૂધ મંડળી દ્વારા પૈસા સીધા ખાતામાં જમા થતા જ બેંક બહાર કતારો લાગી જતી હોય છે… જેના કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે…
રિપોર્ટર તોસીફ ખત્રી





