થરાદમાં જીગ્નેશ મેવાણી વિરોધે ઉગ્ર આક્રોશ પોલીસ પરિવાર અને જનતાની રેલી, કલેક્ટર કચેરીએ આવેદન પત્ર

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
આજરોજ વાવ-થરાદ જિલ્લામાં પોલીસ પરિવાર તેમજ સ્થાનિક જનતા દ્વારા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે વિશાળ આક્રોશ રેલી યોજાઈ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા.
કેટલાક દિવસ પહેલાં કોંગ્રેસ દ્વારા યોજાયેલી રેલી દરમિયાન જીગ્નેશ મેવાણી શિવનગર વિસ્તારમાં પહોંચી દલિત સમાજના યુવાનો, બહેનો અને દીકરીઓની રાવ સાંભળવા ગયા હતા. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં એસપી, ડીવાયએસપી, પીઆઈ સહિતના અધિકારીઓને પબ્લિક વચ્ચે ઉતારી પાડવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાના વિરોધરૂપે આજે વાવ-થરાદ જિલ્લાના લોકો રસ્તા પર ઉતર્યા હતા.
રેલી કલેક્ટર કચેરી પહોંચતા કલેકટર ઇન્ચાર્જ ડી.ડી.ઓ. કાર્તિક જીવાણી દ્વારા જનતા દ્વારા રજૂ કરાયેલ આવેદન પત્ર સ્વીકારવામાં આવ્યો હતો. થરાદ પોલીસ દ્વારા સંપૂર્ણ બંદોબસ્ત સાથે રેલીને શાંતિપૂર્ણ રીતે કલેક્ટર કચેરી સુધી માર્ગદર્શન આપવામાં આવ્યું.
રેલી દરમિયાન “જીગ્નેશ મેવાણી વિરોધ”, “જીગ્નેશ મેવાણી હાય હાય” અને “જીગ્નેશને સંસ્કાર આપો” જેવા નારા ઉઠ્યા હતા. જનતામાં મેવાણીની અગાઉની ઘટનાને લઈ ભારે અસંતોષ જોવા મળ્યો
હતો.




