
અમીન કોઠારી મહીસાગર….
મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં લકડીયા ટેકટરો ફરે છે તે કોની દેન
બાલાસિનોર તાલુકામાં લાકડા ભરેલા ટ્રેક્ટરના ડ્રાઇવરો બન્યા બેફામ

રાજ્ય સરકાર દ્વારા અવાર-નવાર વૃક્ષારોપણના કાર્યક્રમો કરીને વૃક્ષો ઉછેરવાનું કામગીરી કરી રહી છે ત્યારે બાલાસિનોર તાલુકામાં લાકડાના વેપારીઓ અને ટ્રેક્ટરના ડ્રાઇવરો બેફામ બનીને અવરલોડ લાકડા ભરીને જાણે કે કોઈની બીક જ ન હોય કે પ્રશાસનની બીક જ ના હોય તે રીતે નંબર પ્લેટ વગર બેફામ રીતે ફરી રહ્યા છે અને રાહદારીઓને તેમજ અન્ય વાહન ચાલકોને હડફેટ લઈ રહ્યા છે.

ત્યારે આવા તત્વોનેR.T.O દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી મીલી ભગત થી આવા ટ્રેક્ટર ચાલકો બેફામ બની રહ્યા છે જ્યારે આમ જનતા હેલ્મેટ વગર ફરે છે ત્યારે પ્રશાસન દ્વારા અને ટ્રાફિક દ્વારા મેમા આપી દેવામાં આવે છે .
પરંતુ લાકડાના કોન્ટ્રાક્ટરો અને ટ્રેક્ટર ચાલકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું





