GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ખેલ મહાકુંભ 2025: U-17 ફૂટબોલમાં S.G.V.P રીબડા ચેમ્પિયન બન્યું

તા.૨૪/૧૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરોટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત જિલ્લા રમતગમત અધિકારી, રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત U-17 બોયઝ (રાજકોટ રૂરલ) ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ફાઈનલ્સમાં S.G.V.P રીબડા સ્કૂલની ટીમે અદભૂત ટીમવર્ક દ્વારા પ્રથમ સ્થાન મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. જ્યારે રનર-અપ તરીકે ગોંડલની ગંગોત્રી સ્કૂલની ટીમે ઉત્કૃષ્ટ રમત દેખાડીને દ્વિતીય સ્થાન હાંસલ કર્યું હતું અને સેકન્ડ રનર-અપ તરીકે D.P.S ની ટીમે સતત પ્રયત્ન, શિસ્ત અને નિષ્ઠાના આધારે તૃતીય સ્થાન મેળવ્યું હતું. રાજકોટ જિલ્લામાં રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે આવા કાર્યક્રમો સતત આયોજિત થતા રહે છે, જેનાથી યુવાઓમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ અને આરોગ્યમય જીવનશૈલીનો વિકાસ થાય છે.

Back to top button
error: Content is protected !!