શેઠ શ્રી ટી.પી.હાઈસ્કૂલ માલણમાં “ તમાકુ મુક્ત ભારત કાર્યક્રમ 3.0 ” યોજાયો

25 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલણ અને એન.એસ.એસ.યુનિટના સંયુક્ત ઉપક્રમે “તમાકુ મુક્ત ભારત કાર્યક્રમ 3.0 અંતર્ગત વકૃતવ સ્પર્ધા યોજવમાં આવી હતી. જેમાં શાળાના આચાર્યશ્રી, તમામ સ્ટાફ અને શાળાના તમામ વિદ્યાર્થીઓ તેમજ એન.એસ.એસ.નાં સ્વયંસેવકો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, માલણ માંથી શ્રી દેવાભાઈ અને પીયૂષભાઈ ઉપસ્થિત રહયા હતા. આ સ્પર્ધામાં શાળામાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ “નશા મુક્ત ભારત” વિષય પર પ્રવચન આપ્યું હતું. તમામ વિદ્યાર્થીઓએ તમાકુ અને નશીલા પ્રદાર્થોનું સેવન ના કરવું જોઈએ તેમજ તેનાથી થતા લાભ અને ગેર લાભ વિશે સમજાવ્યું હતું. નશીલા પ્રદાર્થોના સેવનથી થતા રોગો વિશે અને તેનાથી થતા નુકશાન વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. શાળાના આચાર્યશ્રી ડો. રાજેશ પ્રજાપતિએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. જ્યારે પીયૂષભાઈએ પણ તમાકુના સેવનથી થતા રોગો વિશે માહિતગાર કરી હતા. સ્પર્ધામાં ભાગ લેનાર અને નંબર મેળવનાર તમામ સ્પર્ધકોને માલણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઇનામો પણ આપવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી આર.એસ.પાલરે સાહેબે કર્યું હતું. અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્યશ્રી ડો. રાજેશ પ્રજાપતિએ તમામને અભિનંદન પાઠવ્યા હતા.





