ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ વિધાનસભા મતવિસ્તારના મતદારો પોતાનું SIR ફોર્મ જમા કરાવી શકે તે માટે ખાસ ઝુંબેશ

આણંદ વિધાનસભા મતવિસ્તારના મતદારો પોતાનું SIR ફોર્મ જમા કરાવી શકે તે માટે ખાસ ઝુંબેશ

 

 

 

 

તાહિર મેમણ – આણંદ – 25/11/2025 – આણંદ, ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

 

 

 

સમગ્ર રાજ્યની સાથે આણંદ જિલ્લામાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તા. ૪ ડિસેમ્બર સુધી સમગ્ર જિલ્લામાં બુથ લેવલ ઓફિસર દ્વારા ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરી મતદારોનું એમ્યુનરેશન ફોર્મ પરત મેળવવામાં આવી રહ્યા છે.

 

 

 

આણંદ જિલ્લામાં તા.૦૪ નવેમ્બરથી હાથ ધરાયેલ આ મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત ૧૧૨- આણંદ મતદાર વિભાગના મતદાર નોંધણી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ૧૧૨- આણંદ વિધાનસભા મત વિસ્તારના મતદારોને મતદાર નોંધણી ફોર્મ પરત જમા કરાવવા બાબતે કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે આણંદ વિધાનસભા મત વિભાગના તમામ ૨૯૮ મતદાન મથકો ઉપર બીએલઓ તારીખ ૨૬ મી નવેમ્બર થી તારીખ ૩૦ નવેમ્બર સુધી દરરોજ સવારે ૯-૦૦ કલાક થી બપોરે ૧૩-૦૦ કલાક સુધી હાજર રહેશે.

 

 

 

જેને ધ્યાને લઈ કોઈ પણ મતદારને મતદાર નોંધણી ફોર્મ સંબંધી કોઈ બાબત જાણવી હોય કે ફોર્મ ભરવામાં કોઈપણ તકલીફ હોય તો તેવા મતદારો રૂબરૂ મતદાન મથક ખાતે જઈને બી.એલ.ઓ. નો સંપર્ક કરી શકશે.

Back to top button
error: Content is protected !!