AHAVADANGGUJARAT

ડાંગ: સાપુતારા પોલીસની ટીમે બિલમાળનો ગુમ થયેલ યુવકને શોધી કાઢી પરિવાર સાથે મિલાપ કરાવ્યો..

વાત્સલ્યમ સમાચાર

વાંસદા ડાંગ

ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક પૂજા યાદવ દ્વારા જિલ્લામાંથી ગુમ/મિસીંગ થયેલ વ્યક્તિઓને પ્રોજેકટ મિલાપ અંતર્ગત શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનુસંધાને, સાપુતારા પોલીસ સ્ટેશનનાં પી.આઈ.પી.ડી.ગોંડલીયા તથા પો.સ્ટાફ દ્વારા સાપુતારા પોલીસ સ્ટેશન જા.જોગ.નં.૧૬/૨૦૨૫ની તા.૨૩/૧૧/૨૦૨૫ ના રોજ દાખલ થયેલ હોય અને ગુમ થનાર સુરેશભાઇ ઝાબરૂભાઇ પવાર ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે.બીલમાળ ગામ તા.આહવા જિ.ડાંગ.નોઓ સાતેક માસ પહેલા કોઇને કાંઇ કહ્યા વગર પોતાના ઘરેથી કયાંક નીકળી ગયેલ હતા. અને સાત માસથી ગુમ હોય, જે ગુમ થયેલ વ્યક્તિ ટેક્નીકલ/હ્યુમન સોર્સની મદદથી સુરત જિલ્લાના માંડવી પાસે આવેલ પંચવટી હોટલમાં કામ કરતો હોય જેને ફકત ૨૪ કલાકની અંદર શોધી કાઢી, સાપુતારા પોલીસ સ્ટેશન લઇ આવી ગુમ થનારનુ કાઉન્સલીંગ કરી તેના પરીવાર સાથે મિલાપ કરાવતા પરિવારજનો ગદગદિત થયા હતા..

Back to top button
error: Content is protected !!