GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની મદદથી પતિના ત્રાસથી ઘર છોડી એકલી રહેતી નિઃસહાય યુવતીને મળ્યો આશ્રય

તા.૨૫/૧૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: નિરાધાર, જરૂરિયાતમંદ મહિલાઓને સુરક્ષા પુરી પાડવા માટે રાજ્ય સરકારની ૧૮૧ મહિલા હેલ્પલાઇન કાર્યરત છે. જેના થકી અનેક મહિલાઓને મદદ મળી છે. નિઃસહાય મહિલાને મદદરૂપ બનતો અન્ય એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગત રોજ ૧૮૧ મહિલા હેલ્પલાઇન રાજકોટ ખાતે રાત્રી દરમ્યાન એક જાગૃત નાગરિકનો મદદ માટે કોલ આવેલો, જે મુજબ એક યુવતી સિટી બસ સ્ટોપની બાજુમાં બેઠી છે ને રડી રહી છે. જેથી મહિલાને યોગ્ય મદદ મળી શકે.

૧૮૧ ટીમના કર્મચારી કાજલબેન પરમાર તેમજ મહિલા કોન્સ્ટેબલ ભૂમિબેન અને પાઇલોટ પ્રકાશભાઈ સ્થળ ઉપર દોડી ગયા હતા. યુવતી નિઃસહાય હતી. યુવતી રડતી હોવાથી ટીમ દ્વારા આશ્વાસન આપી તેને વાનમાં બેસાડી ત્યારે. યુવતીએ જણાવ્યું હતું કે, મારું આ દુનિયામાં કોઈ નથીં, નાની હતી ત્યારે મારા માતાપિતા નું અવસાન થઈ ગયેલું. હું અનાથાશ્રમમાં મોટી થયેલી છું. તેમના દ્વારા જ મારા લગ્ન કરાવી આપેલ હતા. લગ્નને આશરે ૧૩ વર્ષ જેટલો સમય થયો છે. પરંતુ છેલ્લા ૦૪ વર્ષ થી મારા પતિ નશીલા પદાર્થનું સેવન કરે છે. મને નિરંતર માનસિક, શારીરિક ત્રાસ આપે છે. જેથી અમે અલગ થઈ થયેલ છીએ. હાલ હું એકલી જ રહું છું..

પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ માં હું છેલ્લા ત્રણ દિવસથી આવી આમતેમ ભટકું છું. મારા પરિવારમાં કોઈપણ ન હોવાથી મને આશ્રયની જરૂર છે. જેની આપવીતી સાંભળી ટીમ દ્વારા મહિલાને યોગ્ય કામ મળી રહે તેમજ રહેવા માટે મકાન ભાડે શોધી લે ત્યાં સુધી રૈનબસેરામાં આશ્રય આપવામાં આવ્યો છે.

શ્રી કાજલબેને યુવતીને ફરી જયારે પણ જરૂરિયાત લાગે ત્યારે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લઈ શકે છે તેમ ધરપત આપી હતી. પીડિત મહિલાએ સુરક્ષિત આશ્રય મળતા નિઃસહાય મહિલાઓનો સહારો બનવા બદલ અભયમ ટીમ તેમજ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!