DEDIAPADAGUJARATNARMADA

દારૂબંધી હોવા છતાં રાજ્યમાં દારૂ નો વેપાર યથાવત: ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા

દારૂબંધી હોવા છતાં રાજ્યમાં દારૂ નો વેપાર યથાવત: ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા

તાહિર મેમણ – ડેડીયાપાડા – 25/11/2025 – અમે 35 જેટલા વિડીયો સરકારને આપ્યા, જેમાં સ્પષ્ટ પણે દેખાતું હતું કે પોલીસ અધિકારીઓ રેગ્યુલર હપ્તા લેવા જાય છે અમુક પોલીસ અધિકારીઓ રાતોરાત લાખોપતિ અને કરોડપતિ બનવા માટે જે ધંધા કરે છે, એમના પર લગામ લગાવો તેમ ધારાસભ્ય ચેતર વસાવા ઍ આરોપ લગાવીયા

 

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગાંધીનગર ખાતે મીડિયા સમક્ષ દારૂબંધી મુદ્દે પોતાની વાતો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં જે પ્રમાણે દારૂ મળી રહ્યો છે એનાવિરુદ્ધ અમે અગાઉ પણ ભરૂચના કમિશનરને વર્ષ પહેલાં આવેદનપત્ર આપ્યું હતું. આવકાર ફાર્મામાં 5000 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. બીજી એક જગ્યાએ 2400 કરોડનું પકડાયું હતું અને સાયકામાંથી 1383 કરોડનું  પકડાયું હતું. જયારે આ  સિસ્ટમ સામે યોગ્ય કાર્યવાહી કરવાની જગ્યાએ સરકાર આ દિશામાં કોઈ કામ કરતી નથી. અમે 35 જેટલા વિડીયો સરકારને આપ્યા હતા જેમાં સ્પષ્ટ પણે દેખાતું હતું કે પોલીસ અધિકારીઓ રેગ્યુલર હપ્તા લેવા જાય છે. અમે બધા પોલીસ અધિકારીઓ પર આક્ષેપ નથી કરી રહ્યા પરંતુ અમુક અધિકારીઓ રાતોરાત લાખોપતિ અને કરોડપતિ બનવા માટે જે ધંધા કરે છે, એમના પર લગામ લગાવી જોઈએ એવી અમારી માંગ છે અને આવી બધી ઘટનાઓ પર હવે રોક લાગવી જોઈએ એવી પણ અમારી માંગણી છે.

Back to top button
error: Content is protected !!