NATIONAL

‘હું આખા દેશમાં ભાજપનો પાયો હચમચાવી નાખીશ’ : મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ અને SIR પર ઘમાસાણ શરુ થયું છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પંચ અને SIR પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે SIR બાદ જ્યારે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે ત્યારે લોકોને ચૂંટણી પંચ અને ભાજપ દ્વારા સર્જાયેલી આપત્તિનો ખ્યાલ આવશે. તેમને તાજેતરની બિહાર ચૂંટણીના પરિણામો અંગે પણ અનેક આરોપો લગાવ્યા છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપને પડકાર ફેંકતા કહ્યું કે “જો તે બંગાળમાં મને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે તો તે સમગ્ર ભારતમાં તેમનો પાયો હચમચાવી નાખશે”. તેમને એમ પણ કહ્યું કે, “બિહાર ચૂંટણીનું રીઝલ્ટ SIRનું પરિણામ છે; વિપક્ષ ત્યાં ભાજપની ચાલનો અંદાજ લગાવવામાં નિષ્ફળ ગયુ. જો SIR બે થી ત્રણ વર્ષમાં હાથ ધરવામાં આવે તો અમે શક્ય તેટલા બધા સંસાધનો સાથે પ્રક્રિયાને સમર્થન આપીશું.”

  • “ચૂંટણી પંચ નથી રહ્યું નિષ્પક્ષ”
  • મમતા બેનર્જીએ એવો પણ સવાલ ઉઠાવ્યો કે, શું ભાજપ શાસિત રાજ્યોમાં SIR ચલાવવાથી એ સંકેત મળે છે કે કેન્દ્ર સરકાર ત્યાં ઘૂસણખોરો છે તે સ્વીકારે છે? SIR વિરોધી રેલીમાં તેમને કહ્યું કે, “ચૂંટણી પંચ હવે નિષ્પક્ષ સંસ્થા નથી રહી, તે BJP કમિશન બની ગયું છે.” ભાજપ રાજકીય રીતે મારી સાથે મુકાબલો કરી શકતું નથી કે મને હરાવી શકે છે.

    મમતા બેનર્જીએ એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે, “જો SIRનો હેતુ બાંગ્લાદેશી નાગરિકોને મતદાર યાદીમાંથી દૂર કરવાનો છે તો ચૂંટણી પંચ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં આ પ્રક્રિયા કેમ કરી રહ્યું છે?” તેમણે કહ્યું કે, “મને બાંગ્લાદેશ એક દેશ તરીકે ગમે છે કેમ કે અમારી ભાષા એક જ છે. હું બીરભૂમમાં જન્મી હતી એટલે નહીં તો મને પણ બાંગ્લાદેશી કહેવામાં આવત”

    મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એમ પણ કહ્યું કે, “જો રોહિંગ્યા ઘુસી રહ્યા છે તો તેઓ ક્યાંથી આવે છે? સરહદનું સંચાલન કોણ કરે છે? કેન્દ્ર સરહદનું સંચાલન કરે છે. CISF એરપોર્ટનું સંચાલન કરે છે. કેન્દ્ર સરકાર કસ્ટમ વિભાગનું પણ સંચાલન કરે છે. નેપાળ સરહદની દેખભાળ કોણ કરે છે? આપણે આ (ઘૂસણખોરી) કેવી રીતે થવા દીધી? બંગાળને કબજે કરવાના પ્રયાસમાં ભાજપ આગામી ચૂંટણીઓમાં ગુજરાતમાં પણ હારી જશે.”

    બેનર્જીએ જણાવ્યું હતું કે, “મિઝોરમ, મણિપુર અને આસામમાં SIR નથી થઈ રહ્યું. બંગાળમાં આ થઈ રહ્યું છે કેમ કે, બંગાળને કબજે કરવું છે. અંગ્રેજો પણ બંગાળને કબજે કરી શક્યા નહતા”.

Back to top button
error: Content is protected !!