DHROLGUJARATJAMJODHPURJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVAD

જામનગર-દ્વારકા જિલ્લા ચુંટણીતંત્રની જહેમત

જામનગર જીલ્લાના ૧૨૪૨ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૬૩૪ મળી ૧૮૭૬ મતદાન મથકો ઉપર લોકશાહીના પર્વ પહેલાનો અદભૂત પરીશ્રમ યજ્ઞ યોજાયો

જામનગરજીલ્લા કલેક્ટર શ્રીઠક્કર અને દ્વારકા જિલ્લા કલેક્ટર શ્રીતન્નાની અપીલના પગલે  મતદારોનો ફોર્મ ભરવા બાબતે અને BLO ને સહકાર આપવા બાબતે જાગૃતિસભર સહકાર -જરૂર પડ્યે મામલતદાર કચેરીઓએથી પણ વધુ માર્ગદર્શન મળશે

મતદારોએ કંઇ મુંઝાવાની જરૂર નથી ફોર્મ ભરીદો કેમકે ૪/૧૧ થી ૪/૧૨ ફોર્મ ભરીને સ્વીકારવાનો સમય છે

કોઇપણ મતદાર છે તે લાભથી વંચીત ન રહે તે માટે ભારતના ચુંટણી પંચની સુચનાથી જિલ્લા કલેક્ટરોના માર્ગદર્શન હેઠળ હાલારના બે ય જીલ્લાનુ ધમધમતુ ચુંટણી તંત્ર

જાણો હાલની મતદાર સંખ્યા જામનગર અને દ્વારકા જિલ્લાની કુલ સાત બેઠકોની હવે ડ્રાફ્ટ રોલ ૯/૧૨ જેમાં વાંધા સુચન સંભળાશે

 

જામનગર (ભરત ભોગાયતા)

 

ભારત દેશ વિશ્ર્વનો મોટો અને ભૌગોલીક વિશેષતા ધરાવતો લોકશાહી દેશ છે જેના ખુણે ખુણે પ્રકૃતિગત સમૃદ્ધીઓ સાથે માનવ વસવાટની વિવિધતાઓ છે દરેક નાગરીક પ્રાથમીક લાયકાત ધરાવતો હોય તે નિયમ મુજબ મતદાર બની શકે છે ત્યારે લોકશાહીમાં ચૂંટણી એ પર્વ હોય છે અને તે પર્વમાં મતદાર મતદાન કરી ઉજવણી કરે છે અા આપણો ખૂબ મોટો જન સ્વતંત્રતાનો યજ્ઞ છે માટે લોકશાહીને ઉત્સાહભેર આગળ ધપાવવા સૌ મતદારો જાગૃત રહી હાલ ચાલતી મતદાર યાદીની સ્પેશ્યલ ઇન્ટેસીવ રીવીઝન ખાસ સઘન સુધારણામા ભાગ લઇ જરૂરી ભરી તંત્રની માર્ગદર્શીકા મુજબ આગળ વધ્યા છે જે માટે જામનગર કલેક્ટર શ્રી ઠક્કર અને દેવભૂમિ દ્વારકા કલેક્ટર શ્રી તન્નાએ નમ્ર અનુરોધ કર્યો હતો તે સંદેશો લોકો સુધી પહોંચ્યો હતો. એકતરફ જામનગરના ૧૨૪૨ દ્વારકા જિલ્લાના ૬૩૪ મતદાન મથકો મળી ૧૮૭૬ મથકો ઉપર આ કામગીરીનો ધમધમાટ રહ્યો હતો તો બીજી તરફ જીલ્લા કલેક્ટર કચેરીઓની ચુંટણી શાખાઓ/મતદાર શાખાઓ દરેક નાયબ કલેક્ટરો અને પુરવઠા અધીકારીઓ દરેક મામલતદારો તેમજ ચુંટણી શાખાના નાયબ કલેક્ટરો તેમના નાયબ મામલતદારો ક્લાર્ક ઓપરેટર સૌ આ કામગીરી મા વ્યસ્ત છે અને એકંદર હાલારના બે ય જિલ્લામાં સઘન કામગીરી ચાલે છે જેને તંત્રનો પરીશ્રમ યજ્ઞ કહી શકાય હજુ ય તંત્રમાં મતદાર યાદીની પ્રાથમીક પ્રસિદ્ધી બાદમાં સુધારા વધારાની રજુઆતો આવેચતેની ચકાસણી થાય વગેરે બાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઇ શકે

દરમ્યાન આપણે દ્વારકા જિલ્લા અને જામનગર જીલ્લાના હાલ ના મતદારોની સંખ્યા જોઇએ તો આ સંખ્યામા જોકે ફેરફાર આવશે ખાસ કરીને સંખ્યા વધશે કેમકે જેમના નામ યાદીમા ન હોય તેમજ ૧૮ વર્ષ ૧/૧/૨૬ ની સ્થિતિએ થાતા હોય તે યુવાનો ઉમેરાશે જોકે બીજે રહેવા જનાર,લગ્ન થતા બીજા ગામકે વિસ્તાર ગયેલ કે કોઇ અવસાન થયા હોય એ બધા નામ કમી થશે વળીવઅમુક કિસ્સાઓમા બે જગ્યાએ મતદારના નામ હોય તો તે રદ થશે.

 

@_____ SIR પહેલા _હાલના મતદારો
ખંભાળીયા તાલુકાના મતદાર 224341 ભાણવડ તાલુકાના 89411દ્વારકા તાલુકાના 139610 કલ્યાણપુર તાલુકાના 161192 એમ તાલુવાર મતદાર છે
અને કુલ બુથ તાલુકાવાર Khambhaliya232
Bhanvad 95,Dwarka138, અને Kalyanpur ના 169 બુથ છે
જામનગર જિોલ્લાના કુલ બુથ ૧૨૪૨ છે તેમજ તાલુકાવાર મતદાર જોઇએ તો ૭૬-કાલાવડ ૨,૩૧,૩૨૮ ૭૭-જામનગર ગ્રામ્ય ૨.૫૭, ૬૮૭ ૭૯-જામનગર દક્ષીણ ૨,૭૧,૫૬૦૭૮-જામનગર ઉત્તર
૨.૨૯,૭૩૨ ૮૦-જામજોધપુર ૨૨૭૩૬૬ એમ મળી બંને જિલ્લાના કુલ ૧૮ લાખથી વધુ મતદાર છે

 

@જામનગર અને________દ્વારકા જિલ્લા કલેક્ટર

 

મતદાર BLO નો ફોનથી સંપર્ક કરી શકે તે માટે https://voters.eci.gov.in/ પરથી “Book a Call With BLO” વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. કોલ બુક થયા બાદ બીએલઓ દ્વારા ૪૮ કલાકની અંદર સામેથી મતદારનો સંપર્ક કરવામાં આવશે. જો કોઈ મતદારે online Enumeration Form ભરવુ હોય તો Voters’ Service Portal https://voters.eci.gov.in/login પરથી ભરી શકશે.

સમગ્ર જામનગર જિલ્લામાં આયોજિત મતદાન મથકો પર મહત્તમ લોકોએ લાભ લેવા માટે અને ગણતરી ફોર્મ ભરવામાં તેમજ પરત આપવા માટે જામનગર અને દ્વારકા જિલ્લા વહીવટી તંત્રને સહયોગ આપવા જામનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી કેતન ઠક્કર અને દ્વારકા જીલ્લા ચુંટણી અધીકારી અને કલેક્ટર શ્રીતન્ના દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન રાજકીય પક્ષોના નેતાઓ કાર્યકરો પણ જનસંપર્ક કરીમતદાર યાદીની આ સઘન સુધારણા કામગીરી અંગે માર્ગદર્શન આપી રહ્યા છે

@નાયબ જીલ્લા ચુંટણી અધીકારીકહે છે….
…… આદર્શ બશર deo જણાવે છે કે

મતદારો માટે ફોર્મ ભરવાનુ હજુય ઉપલબ્ધ જ છે

તેમજ ૪ નવે.થી ૪ ડીસે. સુધી મતદારોએ ફોર્મ ભર્યા હોય તે કલેક્ટ કરવાનો તબક્કો ચાલુ છે

સમગ્ર પણે આ જહેમત બાદ ૯ ડીસેમ્બરના મતદાર ડ્રાફ્ટ રોલ રજુ થશે
________________________

રીગાર્ડઝ

ભરત જી.ભોગાયતા

B.sc.,L.L.B.,d.n.y.(GAU)
journalism (hindi)

પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)

જામનગર

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!