પશ્ચિમ રેલવે વડોદરા વિભાગ દ્વારા બોડેલી રેલવે યાર્ડ નજીક આવેલ લેવલ ક્રોસિંગ નં. 65 ને ટ્રેક સ્ટ્રક્ચરના ઓવરહોલિંગ અને માર્ગ સપાટી સમારકામ કાર્ય માટે 28 નવેમ્બર 2025ના સવારે છ વાગ્યાં થી 01 ડિસેમ્બર 2025ના રાત્રે અગિયાર વાગ્યાં સુધી તાત્કાલિક બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ભારે વાહનવ્યવહારને કારણે રસ્તો નુકસાનગ્રસ્ત થઈ ગયેલ છે તેમજ રેલવે ટ્રેકનો બેલાસ્ટ (ગીટ્ટી) ધૂળના સંચયથી જામ થઈ જતાં ટ્રેન સલામતીને જોખમ ઊભું થયું હોવાથી આ કામગીરી જરૂરી બની છે. બંધ દરમિયાન વાહનોને ગોલાગામડી, સંખેડા, હાથ, ખુનવડ, ભાટપુર, લાછરાસ, કોસિન્દ્રા, ચલામલી, ફેરકુકા, ચુડેલ, સીધલ,જાંબુઘોડા, ડુંગરવાંટ, તારાપુર અને પાવીજેતપુર થઈ લક્ષ્મી કોટન રોડ–ઢોકલીયા –બોડેલી મારફતે ડાયવર્ટ કરવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા જિલ્લા કલેક્ટરને ટ્રાફિક બંધની મંજૂરી, માર્ગ વપરાશકર્તાઓને પૂર્વ જાણકારી અને ડાયવર્ઝન વ્યવસ્થા અમલ કરવા વિનંતી કરવામાં આવી છે તેમજ નાગરિકોને આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.