GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

વાંસદા: જેસીઆઇ વાંસદા રોયલ દ્વારા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું…

વાત્સલ્યમ સમાચાર

વાંસદા

નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ જેસીઆઈ વાસદા રોયલના વર્ષ2025- 2026 ના ઉત્સાહી અને સેવાભાવી પ્રમુખ એડવોકેટ જેસી વિજયભાઈ પટેલ દ્વારા માનવતાની મહેક પસરાવતો સુંદર કાર્યક્રમ યોજાયો.                

જેસીઆઇ વાંસદા રોયલ પરિવાર દ્વારા છેલ્લા 17 વર્ષથી સેવા વ્યક્તિત્વ વિકાસ અને માનવતાના અનેક સેવાકીઓ કાર્યો થતા આવ્યા છે તારીખ 25 11 25 ના રોજ સેલ્યુટ ટુ સાઇલેન્ટ વર્કર ના નામે વાંસદા નગરના તથા રાણીફળીયાના સફાઈ કર્મચારીઓના સન્માન સમારોહનું આયોજન વાંસદાના ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વાંસદાનગરના સૌના રોજિંદા જીવનમાં સ્વચ્છતા આરોગ્ય અને સુંદરતા જાળવવામાં અગત્યનો ફાળો આપે છે આપણા આરામ નીંદર ના સમયે જે વહેલી સવારે ઉઠી આપણો આંગણું અને નગરની સ્વચ્છતા થકી રળિયામણો બનાવે છે એવા મહેનતુ અને સમર્પિત સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું

જેસીઆઈ વાસદા રોયલ ના પ્રમુખ એડવોકેટ જેસી વિજયભાઈ પટેલે પોતાના માતૃશ્રી ની પુણ્યતિથિ નિમિત્તે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જેસીઆઇ પરિવાર સાથે કરી સેવાને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે સન્માન સમારોહમાં વાંસદા નગરના અગ્રણીઓ એઙવોકેટ સરપંચ ગુલાબભાઈ પટેલ, નટુભાઈ પંચાલ, રાકેશભાઈ શર્મા ઉપસ્થિત રહ્યા હતા આ પુણ્યતિથિ કાર્યક્રમ નિમિતે સફાઈ કર્મચારીઓનું સન્માન કરી મહિલા કર્મચારીઓને સ્વેટર તથા પુરુષ કર્મચારીઓને જેકેટ નું વિતરણ કરી જેસીઆઈ પરિવાર અને અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું

કાર્યક્રમના અંતે તમામ સફાઈ કર્મચારીઓને જેસીઆઇ વાંચદા રોયલ દ્વારા સુંદર ભોજન પીરસવામાં આવ્યું હતું સમાજમાં ખૂબ જ મહત્વના અને પાયાના આ સફાઈ કર્મચારીઓ સાચે  જ સન્માન અને ગૌરવના અધિકારી છે આમ જેસીઆઇ વાંસદા રોયલ ના પ્રમુખ એડવોકેટ જેસી વિજયભાઈ પટેલ દ્વારા પોતાના કાર્યકાળની શુભ શરૂઆત પોતાના પૂજ્ય માતાને સાચી શ્રદ્ધાંજલિ આપી એક પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. અંતમાં જેસીઆઈ વાંસદા રોયલના સેક્રેટરી કુલદીપ સુરતી એ સફાઈ કર્મચારીઓ અને ઉપસ્થિત મહેમાનો અને જેસીઆઇ પરિવારના તમામ સભ્યોને આભાર વ્યક્ત કરી કાર્યકર્મનું સમાપન કરવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!