GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના નેક્સસ સિનેમા ખાતે સ્ક્રીન ૨ માં આગ લાગ્યાનો કોલ મળતા ફાયર ટીમ દોડી ગઈ : અંતે મોકડ્રીલ જાહેર

 

MORBI:મોરબીના નેક્સસ સિનેમા ખાતે સ્ક્રીન ૨ માં આગ લાગ્યાનો કોલ મળતા ફાયર ટીમ દોડી ગઈ :અંતે મોકડ્રીલ જાહેર

 

 

મોરબી: નેક્સસ સિનેમા, મોરબી-કંડલા બાયપાસ રોડ, નવલખી ફાટક પાસે સિનેમાના સંચાલક દ્વારા સિનેમા બિલ્ડીંગના સ્ક્રીન-૨માં આગની ઘટનાની જાણ મોરબી ફાયર કંટ્રોલ રૂમ ખાતે સાંજે ૦૭ : ૦૦ કલાકે કોલ કરીને જાણ કરેલ જેમાં ફાયર વિભાગની ટીમ ફાયર કોલ મળતા તુરંત જ ફાયર બ્રિગેડની ફાયર ફાઇટર, સહિતના તમામ આધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે પહોચી ગઈ હતી.


ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર આગ લાગવાનો કોલ ૦૭:૦૦ કલાકે મળેલ મળતાની સાથે જ મોરબી ફાયરની ટીમ ૦૭:૧૨ મીનીટે ઘટના સ્થળ પર પોહચીને બધા સ્ટાફ અને માણસોને સલામત જગ્યાએ શિફ્ટ કરીને અને ૦૨ કેયુલીટીને બહાર કાઢીને ઈમરજન્સી સારવાર માટે હોસ્પિટલ શિફટ કરેલ અને ફાયર ફાઈટીંગ કરીને આગ પર કાબુ મેળવવામાં આવેલ.
અંતે આ મોકડ્રિલ જાહેર કરતાં હાજર સર્વે એ રાહત મેળવી હતી અને સિનેમા સ્ટાફ દ્વારા પણ ખૂબ જ સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો. આ મોકડ્રિલનો મુખ્ય ઉદેશ્ય લોકોને સિનેમામાં આગ કે અન્ય કોઈ દુર્ઘટના બને ત્યારે કઈ રીતે કેઝયુલીટી ને બચાવવી. આ મોકડ્રિલ અને રેસ્ક્યુ કામગીરીએ ફાયર બ્રિગેડની સજ્જતા અને આધુનિક સાધનોની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. જે તેમની કાર્યક્ષમતા દર્શાવે છે. આ પ્રકારની મોકડ્રિલ શહેરીજનોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ વધારવામાં અને ઇમરજન્સીની પરિસ્થિતિમાં યોગ્ય પ્રતિભાવ આપવામાં મદદરૂપ થશે.

આવી કોઈ દુર્ઘટના થયે આપ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ-૦૨૮૨૨ ૨૩૦૦૫૦ અને ૧૦૧ પર સંપર્ક કરી શકો છો.

Back to top button
error: Content is protected !!