GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ખાનપર ગામે લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય, મુકામે વય નિવૃત્ત થતા શિક્ષક શ્રી બી.એમ ફુલતરીયા નો વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

 

MORBI:મોરબીના ખાનપર ગામે લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય, મુકામે વય નિવૃત્ત થતા શિક્ષક શ્રી બી.એમ ફુલતરીયા નો વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

 

 

શ્રી ખાનપર ગ્રામ પંચાયત સંચાલિત શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય, ખાનપર મુકામે વય નિવૃત્ત થતા શિક્ષક શ્રી બી.એમ ફુલતરીયા નો વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ નવ નિયુક્ત જ્ઞાન સહાયકના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંપૂર્ણ આયોજન શિક્ષણ શિક્ષણ પ્રેમી યુવાનો તેમજ શાળાના સંયુક્ત પ્રયાસથી કરવામાં આવ્યું હતું. નિવૃત્ત શિક્ષકશ્રીની માનભેર વિદાય અને તેમણે કરેલા વિદ્યાર્થીના હિતલક્ષી કાર્યો અને સ્મરણો વાગોળવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વાલીગણ અને શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી. સ્વાગત પ્રવચન શ્રી ડી.બી સવસાણી એ કરેલ તેમજ શાળાના વિદ્યાર્થીનીઓએ વિદાય ગીત અને વક્તવ્ય રજૂ કર્યા હતા. આભાર વિધિ પ્રા.શાળાના આચાર્યશ્રી સાવરીયા સાહેબે કરી હતી. આ કાર્યક્રમ સમગ્ર સંચાલન શ્રી વી.ડી. બસિયા એ કર્યું હતું.

Back to top button
error: Content is protected !!