GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા રવિવારે મેડિકલ કેમ્પ યોજાશે – કેમ્પમાં ની શુલ્ક દવા પણ આપવામાં આવશે

 

MORBI:મોરબી પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા રવિવારે મેડિકલ કેમ્પ યોજાશે – કેમ્પમાં ની શુલ્ક દવા પણ આપવામાં આવશે

 

 

“સેવા એ જ પરમ ધર્મ” ના સૂત્રને સાર્થક કરતું પાટીદાર વુમન્સ ગ્રુપ. પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

મોરબી પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા આઈ એમ એના સહયોગથી આગામી તા.૩૦ ને રવિવાર ના રોજ મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળ કન્યા છાત્રાલય ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં મોરબીના નામાંકિત ડોક્ટર ડો ઉમેશ ગોધવિયા, ડો યશ કડીવાર, ડો મિરલ આદ્રોજા, ડો વિપુલ કાવર, ડો જયેશ સનાળિયા, ડો ઋષિ વાસદડિયા અને ડો નિધિ સુરાણી સહિતના ડોક્ટર સેવા આપશે.

આ મેડિકલ કેમ્પમાં બીપી, ડાયાબિટીસ, હૃદય રોગ,પેટ ના રોગો, છાતીમાં ગાંઠ, પથરી, સાંધાના દુખાવા, કમરનો દુખાવો, ચામડી ના રોગો, સ્ત્રી ને લગતા રોગ, ડિપ્રેશન, ગભરામણ, માનસિક રોગ, હિમોગ્લોબીન અને બ્લડ સુગર ની તપાસ સહિતના રોગો ની સારવાર આપવામાં આવશે.તો દવા પણ ની શુલ્ક આપવામાં આવશે.આ કેમ્પ ના મોટી સંખ્યામાં મોરબીવાસીઓ લાભ લે તેવી અપીલ પાટીદાર વુમન્સ ગૃપ દ્વારા કરવામાં આવી છે આ કેમ્પ નિઃશુલ્ક છે અને દર્દીઓએ નીચેના નંબર પર રજિસ્ટ્રેશન કરાવવા વિનંતી કરી છે.
સાધનાબેન ઘોડાસરા – 7984261599 – કાજલબેન આદ્રોજા – 9879532357 – ક્રિષ્નાબેન પનારા – 9099011680 – અલ્પાબેન કાસુન્દ્રા – 9825312976 રજીસ્ટ્રેશન નિશુલ્ક છે અને રજીસ્ટ્રેશન વગર પણ આવેલ તમામ દર્દીઓનું નિદાન કરવામાં આવશે

Back to top button
error: Content is protected !!