
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી :- મોડાસામાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા – અમિત ચાવડાના તીખા પ્રહાર – લોકો તરફથી મળતો આવકાર જોઈને સરકારનો ફ્યુઝ ઉડી ગયો છે – અમિત ચાવડા
અરવલ્લી : ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આજે અરવલ્લી જિલ્લામાં ઉત્સાહભેર આગે વધતી જોવા મળી. જનસમર્થન વચ્ચે યોજાયેલી આ સભામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર સામે તીખા પ્રહાર કર્યા હતા અને રાજ્યની હાલની પરિસ્થિતિ અંગે કડક નિવેદનો આપ્યા હતાં.
મોડાસા ખાતે આયોજિત મુખ્ય સભામાં ચાવડાએ જણાવ્યું કે,“ગુજરાતમાં નેપાળ વાડી જેવી સ્થિતિ સર્જાવાની છે. ગાંધીનગરમાં બેઠેલા હપ્તાખોરોને લોકો પકડી પકડીને ઘર ભેગા કરશે.”તેમણે આક્ષેપ કર્યો કે રાજ્યમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને અન્યાય સામે લોકોમાં ભારે નારાજગી છે.ચિંતન શિબિર માત્ર નાટક – ચાવડાનો આક્ષેપ
સરકાર દ્વારા યોજાતી ચિંતન શિબિરને લઈને ચાવડાએ કટાક્ષ કરતાં કહ્યું કે “ચિંતન શિબિરના નામે માત્ર નાટક થાય છે.“એક એક થાળીની કિંમત ત્રણ હજાર રૂપિયા સુધી અને એક વ્યક્તિ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે.”
તેમણે જણાવ્યું કે બીજી તરફ ખેડૂતોને માત્ર ₹3,500નું પડીકું આપીને સરકાર તેમના પ્રશ્નોથી પલાયન કરે છે.
ચાવડાના મતે સરકારે ચિંતન કરવા કરતાં ખેડૂતોની વચ્ચે જઈ તેમની મુશ્કેલી સાંભળવી જોઈએ.સભા દરમિયાન વીજળી ગુલ – કોંગ્રેસનો આક્ષેપ
મોડાસામાં કોંગ્રેસની ચાલુ સભા દરમિયાન અમિત ચાવડાની ભાષણ વચ્ચે જ વીજળી અચાનક બંધ થઈ ગઈ હતી.
આ અંગે ચાવડાએ કટાક્ષ કર્યો કે “સરકાર અમારી જન આક્રોશ યાત્રાથી ડરી ગઈ છે. લોકો તરફથી મળતો આવકાર જોઈને સરકારનો ફ્યુઝ ઉડી ગયો છે.” ચાવડાના પ્રહારોથી સભામાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ આ યાત્રાને લોકોની સમસ્યાનો અવાજ ગણાવી આગળના કાર્યક્રમોમાં વધુ પ્રચંડ જનસમર્થનનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.




