GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:બી.આર.સી. મૌરબી ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો.

MORBI:બી.આર.સી. મૌરબી ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો.

 

 

GCERT ગાંધીનગર અને DIET મોરબી પ્રેરિત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ બી.આર.સી. ખાતે યોજાયો. જેમાં સી.આર.સી.કક્ષાના કલા ઉત્સવમાં ચારેય સ્પર્ધામાં પ્રથમ આવેલ વિજેતાઓ કુલ 72 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ‘વિકસિત ગુજરાત@2047′ થીમ આધારિત સગીત ગાયન, સંગીત વાદન, ચિત્ર, બાળકવિ એમ ચાર વિભાગમાં ભાગ લઈ બાળકોએ પોતાની કલાનું કસબ બતાવ્યું હતું.
સવારે સર્વધર્મ પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. બી.આર.સી. કો.ઑ. ચિરાગ આદ્રોજાએ સૌનું સ્વાગત કરી પ્રાસ્તાવિક વાત કરી હતી. મોરબી જિલ્લા રા.શૈ.મ. સંઘના અધ્યક્ષ દિનેશ વડસોલા અને મોરબી તા. પ્રા.શિ. સંઘના પ્રમુખ કાનાભાઈ રાઠોડ સ્પર્ધકની સાથે આવ્યા હતા. ત્યારબાદ અલગ અલગ રૂમમાં ચારેય સ્પર્ધાઓ પોતાના નિયમો અને સમય મર્યાદામાં યોજાઈ હતી. જેના નિર્ણાયક તરીકે ગાયન સ્પર્ધામાં વિડજા અર્પિત જે., ચાડમિયા મનિષ એલ., મારૂ ભાવિન જે., તથા વાદન સ્પર્ધામાં વરસડા ભાવેશ એચ., ટેટિયા ગૌરવ આર, દેલવાડિયા બાબુલાલ કે.,તથા ચિત્ર સ્પર્ધામાં દલસાણિયા કમલેશ એમ., વાઘેલા અશોક બી., બોપલિયા ઉમેશ પી. તેમજ બાળકવિ સ્પર્ધામાં ફીચડિયા નિશીત એમ., નર્મદાનંદન કવિ જલરૂપ(રૂપેશ પરમાર), શૈલેષ કાલરિયા’દોસ્ત’ એ સેવા આપી હતી.


જેમાં  ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે ભીમાણી પ્રિશા વી. (નવયુગ વિદ્યાલય ),બાળકવિ સ્પર્ધામાં માલકિયા રોશની એચ. (ઉંચી માંડલ પ્રા. શાળા), સંગીત ગાયન સ્પર્ધામાં ટીલાવત ધ્રુવી એચ. (નાની વાવડી કન્યા તા. શાળા), સંગીત વાદન સ્પર્ધામાં વડસોલા મલ્હાર એચ. (એમ. જે. મેહતા સસ્વતી વિધામંદિર ) જિલ્લા કક્ષા માટે પસંદ થયેલ છે. તેઓ હવે જિલ્લા કક્ષાએ ભાગ લેશે સમાપન અને ઈનામ વિતરણ કાર્યક્રમમાં નિર્ણાયકશ્રી ચિત્રકાર એ. વાઘેલાએ પ્રેરક ઉદબોધન કર્યું હતું. અન્ય નિર્ણાયકો અને વિજેતા કલાકારોએ પોતાની કલા પ્રસ્તુત કરી હતી.વિજેતા ત્રણ ત્રણ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને રોકડ ઈનામ તથા તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવેલ હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આર.સી.કૉ. શૈલેષભાઈ કાલરિયાએ કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનને સફળ બનાવવા સી.આર.સી.કો. ટીમ ચેતન જાકાસણિયા,બાબુલાલ દેલવાડિયા, રાજેન્દ્ર બોપલિયા, ઉમેશ બોપલિયા, શિરીષ‌ રાંકજા, ભરત ઢેઢી,નેહલ રામાવત, વંદના સોનગ્રા, ચંદ્રકાન્ત બાવરવા, વિમલ મેરજા, દુષ્યંત મારવાણિયા, રિકિત વિડજા,ઉમેશ પટેલ , રોહિત પેઢરિયાએ જહેમત ઉઠાવી હતી.


માર્ગદર્શક શિક્ષકોશ્રીઓએ  આગામી જિલ્લા કક્ષાએ આ બાળ કલાકારો સારું પ્રદર્શન કરી મોરબી તાલુકા અને જિલ્લાનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહન આપ્યું હતું.

Back to top button
error: Content is protected !!