વિજાપુર તાલુકા પંચાયત હોલ ખાતે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન 28 સ્વસહાય જૂથોને ₹63.50 લાખનું વિતરણ

વિજાપુર તાલુકા પંચાયત હોલ ખાતે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન 28 સ્વસહાય જૂથોને ₹63.50 લાખનું વિતરણ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા પંચાયત હોલ ખાતે તાલુકા કક્ષાનો કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં તાલુકા વિકાસ અધિકારી, ગોવિંદ ભાઈ ચૌધરી નાયબ તાલુકા વિકાસ અધિકારી હિસાબ શાખા સંજય ભાઈ પટેલ સહિત જિલ્લાના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર હાજર રહ્યા હતા. આ સાથે બેંક ઓફ બરોડા એફ.એલ.સી.સી., તાલુકા લાઇવલીહુડ મેનેજર અને તાલુકા NRLM સ્ટાફની પણ ઉપસ્થિત રહ્યું હતું આ કેશ ક્રેડિટ કેમ્પમાં કુલ 28 સ્વસહાય જૂથોને રૂપિયા 63 લાખ 50 હજાર જેટલી માતબર રકમનું સ્ટેજ પરથી વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વસહાય જૂથોની બહેનોએ વિતરણ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આર્થિક સશક્તિકરણના ઉદ્દેશ સાથે યોજાયેલ આ કાર્યક્રમને તાલુકા સ્તરે વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું કેમ્પ દરમિયાન અધિકારીઓ દ્વારા સ્વસહાય જૂથોની બહેનોને લોનનો યોગ્ય અને હેતુપૂર્વક ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી. આવતીકાલે વધુ આર્થિક રીતે સશક્ત, સ્વરોજગારસભર સમાજનું નિર્માણ થાય તે માટે બહેનોને માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા. કેશ ક્રેડિટ સહાયથી લાભાર્થી બહેનો આર્થિક રીતે સધ્ધર બનશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.





