આનંદનગર પ્રા.શાળા 3માં ટ્વીનીંગ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
આજરોજ તારીખ 28/11/2025 ને શક્રવાર ના રોજ થરાદ ની આનંદ નગર પ્રાથમિક શાળામાં સરકારશ્રીના અભિગમ મુજબ બાળકો અને શિક્ષકોનો આદાન પ્રદાનનો ટિટ્વનીંગ કાર્યક્રમ યોજાયો જે અંતર્ગત થરાદની ગાયત્રીનાગર પે.કે.શાળા ના ધોરણ 6 થી 8 ના 78 બાળકો તેમજ 5 શિક્ષકો જેમાં ગાયત્રી શાળાના આચાર્ય શ્રી માધુભાઈ એન.સોલંકી પણ ઉપસ્થિત રહી પ્રાર્થનામાં ભાગ લીધેલ.જેમનું શાળાના આચાર્ય શ્રી એમ.કે મણવરે પુસ્તક અને પેન આપી સન્માન કરેલ. આખો દિવસ શૈક્ષણિક તેમજ સહ અભાસિક પ્રવૃતિઓ કરી જ્ઞાનનું આદાન પ્રદાન કરેલ પ્રથમ સેસનમાં શાળામાં ચાલતી પ્રવૃતિઓમાં પણ ભાગ લીધેલ જેમાં મધયાહન ભોજન,સામાજિક વિજ્ઞાન ખંડ, કોમ્પ્યુટર લેબ, પ્રયોગશાળાની મુલાકાત કરેલ. બાળકોને અલ્પાહાર આપ્યા બાદ બીજા સેસનમાં ક્વિજ તેમજ સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો. ખરેખર આવા કાર્યક્રમ દ્વારા બાળકોમાં જ્ઞાનની નવી ક્ષિતિજો વિસ્તારી શકાય છે.




