ARAVALLIBHILODAGUJARATMODASA

અરવલ્લી : શામળાજી ક્ષેત્રીય રેન્જ વિસ્તારમાં વાઇલ્ડ લાઇફ કેસ શોધી કાઢતી ક્ષેત્રીય રેન્જ

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : શામળાજી ક્ષેત્રીય રેન્જ વિસ્તારમાં વાઇલ્ડ લાઇફ કેસ શોધી કાઢતી ક્ષેત્રીય રેન્જ

અરવલ્લી વન વિભાગ મોડાસા વન સંરક્ષક એસ.એમ ડામોર તથા મદદનીશ વન સંરક્ષક એમ.બી નિનામા વાઇલ્ડ લાઇફ કેસોની અસરકારક કામગીરી કરવા તેમજ વાઇલ્ડ લાઇફ ગુન્હા ની પ્રવૃત્તિ કરતા ઈસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી જે અનુસંધાને આર એફ ઓ શામળાજી એમ.બી તરાલ સુચના અને માર્ગદર્શન હેઠળ શામળાજી સ્ટાફમાં માણસો અલગ અલગ જગ્યાએ વોચ રાખી હતી જે દરમિયાન પ્રદિપસિંહ બી ચૌહાણ તથા ચેતનાબેન જે.વાઘેલા રાઉન્ડ ફોરેસ્ટર ને બાતમી મળી હતી કે રાજસ્થાન પાર્સિંગની મોટરસાયકલ ઉપર પરપ્રાંતીય બે ઈસમો વન્ય પક્ષી ઘુવડ (રેવી દેવી)નંગ ૩ લઈ હિંમતનગર થી શામળાજી તરફ જવાના છે ઉપરોક્ત બાતમી ના આધારે સર્વોદય આશ્રમ શામળાજી ખાતે માણસો ખાનગી વાહનમાં વોચ મા હતા તે દરમિયાન હિંમતનગર તરફથી બાતમી મુજબના ટી.વી.એસ સ્પોર્ર નંબર આર.જે ૧૨ એસ.વી ૨૬૨૭ ના ચાલકને રોકી તપાસ કરતા પિંજરામાંથી ઘુવડ નંગ ૩ મળી આવેલ શામળાજી રેન્જ દ્વારા આરોપી પંકજકુમાર ઉદારામ મીણા તથા રાહુલ કુમાર શંકરલાલ મીણા જિલ્લો ઉદયપુર રાજસ્થાન ને ઝડપી લઇ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી કરી ભિલોડા નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે ગુન્હા ની ગંભીરતા લઈ સદર બંને આરોપીઓની જામીન અરજી રદ કરી આરોપીઓને જિલ્લા જેલ અરવલ્લી મોકલવા હુકમ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!