
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યનાં છેવાડે આવેલ અને ચેરાપૂંજી તરીકે ઓળખાતા ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં 100 ઈંચ જેટલો વરસાદ પડે છે.તેવામાં ડાંગ જિલ્લાનાં લોકોને પાણીની ભરપૂર સુવિધાઓ મળી રહે તે હેતુસર કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા વર્ષ દહાડે અનેક યોજનાઓ અમલમાં મૂકી કરોડો રૂપિયાનાં ગ્રાન્ટની ફાળવણી કરવામાં છે.પરંતુ ડાંગ જિલ્લામાં પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓની બંદરબાટ નિતીનાં પગલે આ યોજનાનો સાર્થક થવાનાં પગલે ક્યાંક અધૂરી તો અમુક જગ્યાએ કાગળ પર તથા અમુક જગ્યાએ તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળી રહે છે.જેમાં ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહીત નવાગામ ખાતે લોકોને વપરાશ સહીત પીવાનું પાણી મળી રહે તે માટે ડાંગ જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઈનો નાખવામાં આવેલ છે.જે પાણીની લાઈનોની દેખરેખ ન રાખવામાં આવતા ઠેરઠેર ભંગાણ થઈ જતા પાણી માર્ગો પર વહી જઈ રહ્યુ છે.તેમ છતાંય પાણી પુરવઠા વિભાગને કોઈ પણ પડી નથી.જેમાંય ડાંગ જિલ્લામાં પાણી પુરવઠા વિભાગનાં કાર્યપાલક ઈજનેર તરીકે જયારથી આર.જે.ચૌધરીની નિમણૂક થઈ છે.ત્યારથી સાપુતારા સહિત જિલ્લામાં પાણીની યોજનાઓ પડી ભાંગી છે.આ મહાશયને કામગીરીમાં કોઈ રસ નથી.ડાંગ જિલ્લા પાણી પુરવઠા વિભાગનાં કાર્યપાલક ઈજનેર આર.જે.ચૌધરીની આડોડાઈ અને ભ્રષ્ટ વહીવટનાં પગલે ગિરિમથક સાપુતારા ખાતે ગટર સહીત ઠેરઠેર પાણીની લાઇનોમાં ભંગાણ સર્જાતા માર્ગો પર પાણીની રેલમછેલ જોવા મળી રહે છે.સાપુતારા ખાતે ડાંગ જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા કોઈ પણ જાતનું સુપરવિઝન ન કરાતા પાણીની લાઈનો તૂટીને રામભરોસે થઈ ગઈ છે.સાપુતારા ખાતે પાણીની લાઈનો ઉભરાવવાનાં પગલે આ પાણી માર્ગોની સાઈડનાં ફૂટપાથમાં ભરાઈને ઉભરાઈ રહ્યુ છે.સાથે આ પાણી સતત ભરાઈ રહેતા મચ્છરજન્ય રોગો સહિત જીવલેણ રોગો પણ ફાટી નીકળવાની દહેશત વર્તાઈ છે.ત્યારે ઘોર નિદ્રામાં પોઢેલ ડાંગ જિલ્લા પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓ સત્વરે જાગીને સાપુતારાની તૂટેલી પાણીની લાઈનોનું મરામત કરાવે તેવી માંગ ઉઠી છે..





