વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ વિશાલભાઈ વિજયભાઈ બાગુલ નામનો યુવક તેની કેટીએમ બાઈક.ન.જી.જે.30.એફ.5583 પર સવાર થઈ સાપુતારા તરફથી સુબિરનાં સાવરદા કસાડ તરફ જઈ રહ્યા હતા.તે દરમ્યાન સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગનાં યુટર્ન વળાંકમાં અચાનક બાઈક સ્લીપ થઈ જતા બાઈક ચાલક યુવાન ફંગોળાઈને માર્ગ પર પટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં બાઈક ચાલક વિશાલ બાગુલને આંખ અને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચતા 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.જ્યાં આ યુવકની હાલત નાજુક જણાતા વધુ સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી..





