
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અંતરિયાળ વિસ્તારની કુડોલ, કાગડા મહુડા હાઇસ્કુલ ની દીકરી નું કલા ઉત્સવમાં શ્રેષ્ઠ પ્રદર્શન
જી.સી.ઈ.આર.ટી, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે આયોજીત મેશ્વો શાળા વિકાસ સંકુલ ભિલોડા,શામળાજી નો કલા ઉત્સવ 2025/26 આર્ય જ્યોતિ વિદ્યાલય શામળાજી ખાતે યોજાયેલ જેમાં અંતરિયાળ અતિ પછાત વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કુંડોલ, કાગડા મહુડા તા.શામળાજી જિ.અરવલ્લી ની દીકરી ગમાર નેહાબેન રેવાભાઇ એ બાળ કવિ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી શાળા અને સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે તે બદલ સંચાલક સોનજીભાઈ બારીયા તેમજ શાળાના આચાર્ય કમલેશભાઈ પટેલ અને શાળા પરિવાર દ્વારા દીકરીને અભિનંદન સહ:હવે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.




