BHARUCHGUJARATJHAGADIYA

ઇન્દોર ગામે રહેણાંક મકાનના વાડામાં વાવેતર કરેલ શંકાસ્પદ વનસ્પતિજન્ય ગાંજાનો છોડ પકડાયો.

ઇન્દોર ગામે રહેણાંક મકાનના વાડામાં વાવેતર કરેલ શંકાસ્પદ વનસ્પતિજન્ય ગાંજાનો છોડ પકડાયો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથક વિસ્તારના ઇન્દોર ગામેથી ભરૂચ એસઓજી ની ટીમે એક રહેણાંક મકાનના વાડામાં ઉગાડેલ વનસ્પતિજન્ય ગાંજાનો છોડ પકડી પાડ્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપેલ,તેના અનુસંધાને ભરૂચ એસઓજી પીઆઇ એ.વી.પાણમીયાએ એસઓજીની ટીમને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં થતી વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધીને કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ,દરમિયાન એસઓજીની ટીમને બાતમી મળેલ કે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથક વિસ્તારના ઇન્દોર ગામે રહેતા મનિશભાઇ ગોવિંદભાઇ ઠાકોરના રહેણાંક મકાનના વાડામાં ગેરકાયદેસર વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ છે.એસઓજી પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને રેઇડ કરતા સદર ઇસમ મનિશભાઇ ઠાકોર સ્થળ ઉપર હાજર મળેલ. એસઓજી ની ટીમને સદર રહેણાંક મકાનના વાડામાંથી શંકાસ્પદ વનસ્પતિજન્ય લીલા ગાંજાનો વાવેતર કરેલ છોડ મળી આવ્યો હતો. એસઓજી ની ટીમે આ શંકાસ્પદ ગાંજાનો છોડ કબ્જે લીધો હતો,અને આ શંકાસ્પદ વનસ્પતિજન્ય લીલા ગાંજાનો છોડ જેનું વજન ૩.૭૪૯ કિલોગ્રામ કિંમત રૂપિયા ૧૮૭૪૫૦ ના મુદ્દામાલ સાથે સ્થળ ઉપર હાજર મળેલ મનિશભાઇ ઉર્ફે કાળીયો ગોવિંદભાઇ ઠાકોર હાલ રહે.ગામ ઇન્દોર તા.ઝઘડિયા જિ.ભરૂચ અને મુળ રહે.ખોરજ તા.સાણંદ જિ.અમદાવાદનાને ઝડપી લઇને તેના વિરુધ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.ત્યારબાદ એસઓજી પોલીસે મળી આવેલ શંક‍ાસ્પદ વનસ્પતિજન્ય માદક છોડ બાબતે આગળની જરૂરી તપાસ અને કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!