
નરેશપરમાર. કરજણ-
આમોદ ઢાઢર નદીનો બ્રિજ 25 ટન સુધીના વાહનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો
આમોદના ઢાઢર નદીના બ્રિજ પર 25 ટન સુધીના 6 વ્હિલર વાહનો માટે મુક્તિ, ભારે વાહનો પર પ્રતિબંધ યથાવત.
ભરૂચ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને ભરૂચ જિલ્લાના આમીદ-જંબુસર નેશનલ હાઇવે નં.64 ઉપર આવેલા ઢાઢર નદીના ત્રિજ પર વાહનોની અવર-જવા સંબંધિત નિયંત્રણોની વિગતો સ્પષ્ટ કરવામાં આવી છે. હુકમ મુજબ 25 ટન સુધીના વજનની ક્ષમતા ધરાવતા 6 વ્હિલના વાહનોને ઢાઢર નદીના બ્રિજ ઉપરથી પસાર થવા દેવાની છૂટ આપવામાં આવી છે. આ નિર્ણયથી નાના કોમર્શિયલ વાહનોના સંચાલકોને મોટી રાહત મળી છે. જોકે 25 ટનથી વધુ વજન ધરાવતા ભારદારી વાહનો માટે પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. આ પ્રતિબંધ બ્રિજની સુરક્ષા અને જાળવણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ ભારે વાહનો માટે અગાઉ જાહેર કરાયેલા રૂટ ડાયવર્ઝન પથાવત ઓડીભારદારી વાહનોએ તેમના પરિવહન માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવી પડશે. જેમાં જંબુસરથી આમોદ તરફ આવતા 25 ટનથી વધુ વજન ધરાવતા વાહનોએ જંબુસર-પાદશ – એક્સપ્રેસ-વે (NE4) – માતર – આમોદ માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. તેમજ આમોડથી જંબુસર તરફ જતા 25 ટનથી વધુ વજન ધરાવતા વાહનોએ આમોદ-માતા – એકસપ્રેસ-વે (NE4) – પાદરા – જાપુસર માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કાયદાની જોગવાઈઓ હેઠળ પ્રસિદ્ધ કરવમાં આવ્યું છે. તમામ વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટ જેને આ નવા નિયમોનું પાલન કરવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે, જેથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે



