હાલોલ: હજરત બાદશાહ બાબાના ઉર્ષ તેમજ સૈયદ મોયુનુદ્દીન બાબા કાદરીના ખીરાજે અકીદતમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ,105 રક્તદાતાઓએ રક્તદાન કર્યું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૯.૧૧.૨૦૨૫
હાલોલના પાવાગઢ રોડ પર આવેલ હજરત બાદશાહ બાબાની દરગાહ ખાતે હજરત બાદશાહ બાબાના ઉર્ષ તેમજ સૈયદ મોયુનુદ્દીન બાબા કાદરીના ખીરાજે અકીદતમાં બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન બાદશાહ બાબા દરગાહ કમિટી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ઈન્દુ બ્લડ બેન્ક વડોદરાના સહયોગ થી બ્લડ ડોનેશન નું આયોજન આજે શનિવારના રોજ કરવામાં આવ્યું હતું. દરગાહ ખાતે યોજાયેલ રક્તદાન શિબિરમાં સવારે 9 કલાકે રક્તદાન નો આરંભ કર્યો હતો. જે રક્તદાન સાંજે 5 વાગ્યા સુધીમાં 105 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.દરગાહ ખાતે યોજાયેલ રક્તદાન એ મહાદાન ના એમસાથે બ્લડ ડોનેશન નું આયોજન કરવામાં આવ્યુ હતું જ્યારે આજે શનિવારના રોજ યોજાયેલ રક્તદાનમાં પણ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ લાભ લીધો હતો.આ પ્રંસગે હજરત બાદશાહ બાબા દરગાહ કમિટી ટ્રસ્ટના પ્રમુખ એહસાનભાઈ વાઘેલા,ઉપ પ્રમુખ અજીજુલભાઈ દાઢી સહિત હજરત બાદશાહ બાબા દરગાહ કમિટી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ફેસલભાઈ કાલોલિયા, સલીમભાઈ અબુચાચા તેમજ મહિલા વિકાસ મંડળના પ્રમુખ યાસમીનબેન શેખ,સામાજિક કાર્યકર ફારુકભાઈ બાગવાલા, ફરીદાબેન શેખ, મુઝફરભાઈ ઘડિયાલી,ઇમરાનભાઈ મકરાણી સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધારી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.જેમાં રક્તદાતાઓ દ્વારા 105 જેટલી માતબર રક્ત બોટલ એકત્રિત કરી રક્તદાન કરતા વડોદરા ઇન્દુ બ્લડ બેન્કના કર્મચારીઓએ હજરત બાદશાહ બાબા દરગાહ કમિટી ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.









