DHROLGUJARATJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

૧૪ વરસની સગીરાની લગ્નની જીદ-“૧૮૧” સમજાવી

કાઉન્સેલરનુ સફળ કાઉન્સેલીંગરા—–જકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં 14 વર્ષની દીકરી લગ્ન કરવાની જીદ કરતા માતા પિતાએ દીકરીને સમજાવવા લીધી અભયમ ની મદદ**

ગોંડલ ની ટીમ ઘટના સ્થળે પહોંચી અને દીકરી ના માતા પિતા સાથે રૂબરૂ વાત કરતા જણાવેલ ક તેમને તેમની દીકરી જે 14 વર્ષ ની હોઈ તેને 16 વર્ષ ના છોકરા સાથે પ્રેમ થઈ ગયેલ હોઈ , અને તેમની પાસે ફોન પણ હોઈ જે તેમને લઈ લીધો હોય અને દીકરી ફોન પાછો લેવા અમે પ્રેમી સાથે લગ્ન કરવા ની જીદ કરતી હોઇ અને માતા પિતા ને ધમકી ઓ આપતી હોય તેથી માતા પીતાએ દીકરી ને સમજાવવા મદદ માંગેલ.

14 વર્ષ ની સગીરા સાથે રૂબરૂ પૂછતાછ કરતાં તેઓ ને છેલ્લાં એક વર્ષ થી 16 વર્ષ ના છોકરા સાથે ઈન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા ના માધ્યમ થી સંપર્ક માં આવેલ હોઈ અને બંને વચ્ચે પ્રેમ સબંધ થયેલ હોઈ છોકરાએ એક મહિના થી ફોન પણ આપેલ હોઈ , સગીરા નવ માં ધોરણ માં અભ્યાસ કરતી હોય ફોન તેમની સ્કૂલ બેગ માં રાખતી હોઈ, સગીરાના મોટા બાપા ને ફોન બાબતે જાણ થતાં તેમને પૂછપરછ કરેલ હોઈ , સગીરા ની માતા ને આ બાબતે અગાઉ જાણ હોઈ પરંતુ તેમની દીકરી તેમને ધમકી આપતી હોય તેથી તેમની માતા ગભરાઈ તેમના પતી ને પણ આ બાબતે જાણ કરેલ ન હોઈ , સગીરા ના મોટા બાપુ ને જાણ થતાં તેમને બધી ચોખવટ કરતા તે યુવક સાથે લગ્ન કરવા ની જીદ કરતી હોઇ અને ફોન લઈ લેતા ફોન પાછો આપવા ની તથા તેમની રીતે તે રસ્તો કરી લેવાની જીદ કરતા દીકરી ના ભવિષ્યની ચિંતા કરતા માતા પિતાએ દીકરી ને સમજાવવા 181 મહિલા હેલ્પલાઇન ની મદદ લીધી હતી.


15 વર્ષીય સગીરા સોશિયલ મિડીયા પર 16 વર્ષના યુવકના સંપર્કમાં આવેલ હોઈ થોડા જ દિવસોમાં બંને વચ્ચે પ્રેમસંબંધ વિકસ્યો હતો. ફોન ચેક કરતા સતત ચેટિંગ અને કોલિંગ થયેલ હોઈ .
ત્યારબાદ અભયમ ટીમ દ્વારા સગીર અને સગીરા ની ઉંમર ભણવાની હોઈ તેમજ પુખ્ત વયે જ લગ્ન બાબતે વિચારવું જોઈએ વગેરે બાબતે કાયદાકીય માર્ગદર્શન આપેલ આમ અભયમ ટીમના કુશળ કાઉન્સિલિંગ કિશોરીએ ભણવામાં ધ્યાન આપવા તથા હોસ્ટેલ માં ભણવા જવા બાબતે સહમત થઈ પોતાના કારકિર્દી બનાવવા માટે આગળ અભ્યાસ કરવાની ખાતરી આપેલ

………………………

રીગાર્ડઝ

ભરત જી.ભોગાયતા

B.sc.,L.L.B.,d.n.y.(GAU)
journalism (hindi)

પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)

જામનગર

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!