
આજરોજ વિશ્વ એઇડ્સ ડે નિમિત્તે સામૂહિક આરોગ્ય કેન્દ્ર મેંદરડા ના એચ.સી.ટી.એસ વિભાગના કાઉન્સેલર શ્રી આશિષભાઈ બધાણી તેમજ લેબ ટેક સુરેશભાઈ ચાપડીયા તેમજ ટીબી વિભાગના એસ.ટી.એસ દીપકભાઈ બલદાણીયા દ્વારા તેમજ તાલુકા હેલ્થ ઓફિસર તેમજ ઇન્ચાર્જ અધિક્ષક શ્રી પૂજા પ્રિયદર્શની મેડમ તેમજ મેડિકલ ઓફિસર શ્રી ભક્તિ મેડમ ની અધ્યક્ષ સ્થાને મેંદરડા અક્ષર ઇન્ટરનેશનલ સ્કૂલ ના વિદ્યાર્થી ઓ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલ આ તકે સામૂહિક આરોગ્ય કેન્દ્ર મેંદરડા ના સ્ટાફ કર્મચારીઓ દ્વારા રેડ રીબીન બાંધવાનો કાર્યક્રમ આ કાર્યક્રમ મેંદરડા જી.પી.હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં અક્ષર સ્કૂલ ખાતે થી યોજાયેલ તેમજ એક રેલી સ્વરૂપે બાળકો દ્વારા જન જાગૃતિ ફેલાવવા માટે જી.પી.હાઈસ્કૂલ થી મેંદરડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુધી રેલી યોજવામાં આવી હતી.તેમજ આ કાર્યક્રમ ની આ વર્ષની થીમ “એઇડ્સ પ્રતિભાવમાં પરિવર્તન લાવતા અવરોધોને દૂર કરવા” હતી
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





