BUSINESS

ઐતિહાસિક સપાટી બાદ ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૧૨.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૭૦૬ સામે ૮૬૦૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૫૪૮૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૬૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૪ પોઈન્ટના ઘટાડા સાથે ૮૫૬૪૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૩૮૭ સામે ૨૬૪૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૩૦૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૯૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૬૩૩૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સ્થાનિક સ્તરે વ્યાજ દરમાં કોઈપણ ઘટાડો ઉપભોગ માંગમાં વૃદ્ધિ કરાવશે તેવી અપેક્ષા, ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વ  દ્વારા વ્યાજ દર ઘટાડાશે તો વિદેશી રોકાણ પ્રવાહ ભારત તરફ ફરી શરૂ થવાની આશાએ આજે ભારતીય શેરબજારે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ઐતિહાસિક સપાટી નોંધાવ્યા બાદ દિવસના અંતે નજીવા ઘટાડા સાથે બંધ રહ્યું હતું. સેન્સેકસે ૮૬૧૫૯ પોઈન્ટની જ્યારે નિફટી ફ્યુચર ઈન્ડેકસે ૨૬૪૯૩ પોઈન્ટની નવી વિક્રમી સપાટી દર્શાવી હતી. જોકે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવતા સુધારો ધોવાઈ ગયો હતો અને મુખ્ય ઈન્ડાઈસિસ વિક્રમી સપાટીએથી યુ ટર્ન લીધો હતો.

ગત સપ્તાહના અંતે જાહેર થયેલા દેશના જીડીપી ડેટા, અમેરિકા-ભારત વેપાર કરાર પર ચર્ચા, વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા શરૂ થયેલી ધીમી ગતિની લેવાલી સામે આગામી દિવસોમાં મળનારી રિઝર્વ બેન્કની બેઠક પૂર્વે ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે સાવચેતી જોવા મળી હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, વિદેશી ભંડોળનો પ્રવાહ અને આયાતકારો દ્વારા ડોલરની નોંધપાત્ર માંગને કારણે સોમવારે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો હતો, જયારે ઓપેકની મળનારી મિટિંગ પૂર્વે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવ ઘટાડા તરફી રહ્યા હતા.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૯% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, ઓટો, ફોકસ્ડ આઈટી, આઈટી, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, કોમોડિટીઝ, ટેક, એનર્જી અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૪૫૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૦૫ અને વધનારની સંખ્યા ૧૮૩૬ રહી હતી, ૨૧૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાટા મોટર પેસેન્જર ૧.૯૩.%, મારુતિ સુઝુકી ૧.૩૭%, બીઈએલ ૧.૩૬%, કોટક બેન્ક ૧.૧૨%, કોટક બેન્ક ૧.૧૨%, એચસીએલ ટેકનોલોજી ૦.૯૫%, અદાણી પોર્ટ્સ ૦.૮૯%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૭૯%, ટેક મહિન્દ્ર ૦.૬૩% અને ટાટા સ્ટીલ ૦.૪૮% વધ્યા હતા, જ્યારે બજાજ ફાઈનાન્સ ૧.૬૫%, સન ફાર્મા ૧.૨૮%, ટ્રેન્ટ લિ. ૦.૭૬%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૬૫%, બજાજ ફિનસર્વ ૦.૫૫%, ભારતી એરટેલ ૦.૫૪%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૪૭% અને એચડીએફસી બેન્ક ૦.૪૪% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સામે સ્મોલકેપ, લાર્જકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૧૭ લાખ કરોડ વધીને ૪૭૪.૫૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૬ કંપનીઓ વધી અને ૧૪ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારની ભાવિ દિશા નજીકના સમયમાં મુખ્યત્વે વૈશ્વિક-સ્થાનિક મેક્રો સિગ્નલ્સ, આરબીઆઈની નીતિ દિશા અને વૃદ્ધિ-ફુગાવાના નવા ડેટા પર આધારિત રહેશે. હાલમાં જીડીપી વૃદ્ધિનો ૮.૭%નો મજબૂત આંક, કોર ઇન્ફ્લેશનમાં સ્થિરતા અને રૂપીયા-બોન્ડ યિલ્ડમાં તાજેતરનો સંતુલિત વલણ બજારમાં વિશ્વાસ જાળવી રહ્યા છે. જો ૫મી ડિસેમ્બરની એમપીસી મીટિંગમાં આરબીઆઈ ૦.૨૫%નો વ્યાજ દર ઘટાડો કરે, તો બેંક્સ, ઓટો, રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રા જેવા દર સંવેદનશીલ સેક્ટરોમાં વધુ ફંડ ફ્લો થાય એવી શક્યતા છે. વ્યાજ દર નીચા આવતાં કન્સમ્પશન-કેપેક્સ સાયકલને વેગ મળશે, જે સેન્સેક્સ-નિફ્ટીને આગામી સમયમાં પણ નવી ઊંચાઈ તરફ લઈ જવાની ક્ષમતા ધરાવે છે.

વૈશ્વિક સ્તરે અમેરિકા-ચીન, અમેરિકા-રશિયા અને ભારત-અમેરિકા વચ્ચેના વેપારી તેમજ રાજકીય મતભેદો અને તણાવ આગળ પણ બજારની દિશાને મોટા પ્રમાણમાં અસર કરશે. રશિયાનાં રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત, સંભવિત ડિફેન્સ કરાર અને યુરોપ-એશિયાના નવા ટ્રેડ એગ્રીમેન્ટ્સ ભારતને વધુ વૈશ્વિક ડાઈવર્સિફાઈડ ટ્રેડ નેટવર્ક તરફ લઈ જઈ શકે છે, જે લાંબા ગાળે ભારતીય બજારને વધુ મજબૂત ફંડ ફ્લો અને સ્થિરતા આપશે. જો અમેરિકાનો વલણ તટસ્થથી સહકારાત્મક તરફ રહે અને ભારતની અટવાયેલી ટ્રેડ ડીલમાં ગતિ આવે, તો ભારતીય બજારમાં આગામી ત્રિમાસિકમાં બજેટ ૨૦૨૬ અને વ્યાજ-વિકાસ ચક્રના રિવર્સલ પૂર્વે વધુ તેજી જોવા મળી શકે છે. આમ, નજીકના સમયમાં બજાર વોલેટિલિટી સાથેની પણ કુલ મળીને અપવર્ડ ટ્રેન્ડ જાળવવાની વધુ સંભાવના છે.

તા.૦૨.૧૨.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

  • તા.૦૧.૧૨.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૩૩૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૬૪૩૪ પોઈન્ટના પ્રથમ અને ૨૬૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૩૦૩ પોઈન્ટ થી ૨૬૨૭૨ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૨૦૨ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

  • ભારત ફોર્જ ( ૧૪૪૩ ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૨૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૧૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૫૦ થી રૂ.૧૪૫૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૬૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
  • એક્સીસ બેન્ક ( ૧૨૮૦ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૨૬૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૫૫ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૯૩ થી રૂ.૧૩૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
  • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૩૩ ) :- રૂ.૧૧૧૭ નો પ્રથમ તેમજ રૂ.૧૧૦૮ બીજા સપોર્ટથી પર્સનલ કેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૪૦ થી રૂ.૧૧૪૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
  • જીન્દાલ સ્ટીલ ( ૧૦૫૪ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૬૨ થી રૂ.૧૦૭૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૨૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • સ્ટેટ બેન્ક ( ૯૭૯ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પબ્લિક બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૫૫ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૮૪ થી રૂ.૯૯૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૫૭૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રીફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૯૩ આસપાસ સપોર્ટથી રૂ.૧૫૬૦ થી રૂ.૧૫૫૩ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૦૬ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
  • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૯૪ ) :- રૂ.૧૪૦૯ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૧૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૮૪ થી રૂ.૧૩૭૭ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
  • ટાટા કન્ઝ્યુમર ( ૧૧૬૮ ) :- ટી એન્ડ કૉફી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૯૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૫૫ થી રૂ.૧૧૪૭ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • એચડીએફસી બેન્ક ( ૧૦૦૬ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૨૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૯૭ થી રૂ.૯૯૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૩૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • એસબીઆઈ કાર્ડ્સ ( ૮૭૮ ) :- રૂ.૮૯૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૮૯૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૮૭૦ થી રૂ.૮૬૪ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૦૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Back to top button
error: Content is protected !!