
ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ૨૦૨૫ અન્વયે ભારતના ચૂંટણી આયોગ,નવી દિલ્હી દ્વારા ૧/૧/૨૦૨૬ લાયકાત તારીખે ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંગેનું તા.૩૦/૧૧/૨૦૨૫ ના રોજ સુધારેલ સમયપત્રક જાહેર કરવામાં આવ્યુ છે.ભારતના ચૂંટણી આયોગ દ્વારા ૧૨ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિશેષ સઘન સુધારણા (Special Intensive Revision – SIR) બાબતે અગાઉ દર્શાવેલા કાર્યક્રમમાં ફેરફાર કરીને નવી તારીખો જાહેર કરવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત મતદાર યાદી સાથે સંકળાયેલા તમામ તબક્કાઓ નીચે મુજબ સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે.આ સુધારેલ સમયપત્રક મુજબ નોંધણી (Enumeration) કાર્ય તા.૧૧/૧૨/ ૨૦૨૫ સુધી રહેશે.મતદાન મથકનું પુનઃગઠન/પુનઃવ્યવસ્થાપન તા.૧૧/૧૨/ ૨૦૨૫ સુધી. જયારે નિયંત્રણ કોષ્ટક (Control Table) નું અપડેશન તથા ડ્રાફ્ટ રોલની તૈયારી તા. ૧૨/૧૨/૨૦૨૫ થી તા. ૧૫/૧૨/ ૨૦૨૫ સુધી.ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન તા.૧૬/૧૨/૨૦૨૫.તેમજ દાવાઓ અને આક્ષેપો દાખલ કરવાની અવધિ તા.૧૬/૧૨/૨૦૨૫ થી તા.૧૫/૧/૨૦૨૬ સુધી રહેશે. નોટિસ ફેઝ – ઈશ્યૂઅન્સ, હિયરીંગ અને વેરિફિકેશન દાવાઓ/આક્ષેપો અંગેનો નિર્ણય તા.૧૬/૧૨/૨૦૨૫ થી તા.૭/૨/૨૦૨૬ સુધી રહેશે. મતદાર યાદીની “હેલ્થ પેરામીટર ચેકિંગ” અને અંતિમ મંજૂરી મેળવવી તા.૧૦/૨/૨૦૨૬ સુધી રહેશે.જયારે મતદાર યાદીનું અંતિમ પ્રકાશન તા.૧૪/૨/૨૦૨૬ ના રહેશે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




