હાલોલની મારુતિનંદન સોસાયટીમાં બે બંધ મકાનમાં ચોરી કરવા આવેલા ત્રણ તસ્કરોમાંથી એક તસ્કર ઝડપાઈ ગયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧.૧૨.૨૦૨૫
હાલોલ ની મારુતિ નંદન સોસાયટીમાં માં ગત રોજ વહેલી સવારે બે બંધ મકાન ના તાળા તોડી ઘરમાં મુકેલા રૂપિયા 1,13,000/- સોના ચાંદી ના ઘરેણાં ચોર ટોળકી એ ચોરી કરતા આ વિસ્તારમાં રહેતા રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.જોકે તે સમયે સામેના ઘર માંલિક જાગી જતા બુમાબુમ કરતા સોસાયટીના રહીશો જાગી જતા ભાગી છૂટવાના પ્રયાસ માં એક ચોર પડી જતા તેને ઈજાઓ થતા ત્રણ ચોર પૈકી એ ચોર ઝડપાઇ ગયો હતો.જયારે અન્ય બે ભાગી છૂટ્યા હતા.પોલીસે ઈજાગ્રસ્ત ચોરની સારવાર કરાવી ત્રણ ચોર સામે ચોરી નો ગુનો નોંધી તપાસ હાથધરી છે.જાણવા મળેલી માહિતી મુજબ હાલોલની મારુતિ નંદન સોસાયટી માં રહેતા રામપ્રિત સાધુ યાદવ ઉ,વ, 34 ખાનગી કંપનીમાં નોકરી કરે છે તેઓએ હાલોલ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ માં જણાવ્યું હતું કે તેઓ ગત રોજ વહેલી સવારે નોકરી જવાનું હોઈ સવારે ચાર વાગે ઉઠ્યા હતા ત્યારે સામેની લાઈન માં આવેલા મકાન માં તાળા તોડતા હોય તેવો અવાજ આવતા બહાર જોતા ત્રણ અજાણ્યા ઈસમો સામે રહેતા જીતેન્દ્ર ભાઈ રતનસિંહ બારીયા ના મકાન નું તાળું તોડી અંદર જતા જોયા હતા જેથી ફરિયાદી રામપ્રિતે સોસાયટીમાં રહેતા ચંદુભાઈ ને ફોન કરી વાત ની જાણ કરતા તેઓ ત્યાં દોડી આવ્યા હતા અને પછી બુમાબુમ કરતા સોસાઈટીના રહીશો દોડી આવ્યા હતા અને બહાર બૂમો સાંભળી ઘરમાં ઘુસેલા ચોર ભાગવાની કોશિશ કરતા એક ચોર દોડવા જવામાં પડી ગયેલ અને તેને શરીરે ઈજાઓ થતા સોસાયટી ના લોકોના હાથે ઝડપાઇ ગયો હતો.જયારે અન્ય બે ચોર ભાગી છૂટવામાં સફળ થયા હતા ઝડપાયેલ ચોર ની પુછપરછ કરતા તેને પોતાનું નામ કમલસિંહ જગદીશસિંહ સીસોદીયા રહે સત્યનારાયણ સોસાયટી પદમલા વડોદરાનું જણાવ્યું હતું.બનાવની જાણ પોલીસ ને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત ચોર ને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો તપાસ કરતા ચોર ટોળકીએ સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર ભાઈ રતનસિંહ બારીયા તથા હેતલબેન જ્યોતિષભાઈ તીરગરના ના બંધ મકાન માંથી ચોરી કરી હોવાનું માલુમ પડતા બંને ને ફોન દ્વવારા જાણ કરતા તેઓ પોતાના ઘરે આવી ગયા હતા તપાસ કરતા બંને ના ઘરમાં રાખેલ રૂપિયા 1,13,000/- સોના ચાંદીના ઘરેણાં ની ચોરી કર્યા હોવા અંગેની હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રાથમિક તપાસ બાદ કમલસિંહ જગદીશસિંહ સીસોદીયા તેમજ બીજા અન્ય બે અજાણ્યા ચોર સામે ચોરી નો ગુનો નોંધી તપાસ હાથધરી છે.








